NATIONAL

Maharashtra: ‘હું પણ મુખ્યમંત્રી બનવા માંગું છું…’ ચૂંટણી પહેલા અજિત પવારનું નિવેદન

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મોટું નિવેદન આપ્યું છે. રાજ્યના સીએમ પદ પર પહેલીવાર પોતાનું મૌન તોડતા તેમણે કહ્યું કે, તેઓ પણ રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે ખૂબ જ ઉત્સુક છે.

અજિત પવારે આપ્યું મોટું નિવેદન

પુણેના પ્રતિષ્ઠિત દગડુશેઠ હલ્દવાઈ ગણપતિ મંદિરમાં પૂજા કર્યા બાદ અજિત પવારે મીડિયાને નિવેદન આપતા કહ્યું કે, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનો નેતા મુખ્યમંત્રી બને. જ્યારે હું આવું કહું છું ત્યારે તેમાં મારું નામ પણ આવે છે. પરંતુ મુખ્યમંત્રી બનવા માટે બહુમતી મેળવવી જરૂરી છે. દરેકની ઈચ્છા પૂરી થતી નથી.

મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો

અજિત પવારે કહ્યું કે, દરેક વ્યક્તિનો પોતાનો અભિપ્રાય અને ઈચ્છા હોય છે. તેમણે કહ્યું કે, વ્યક્તિને હંમેશા જે જોઈએ છે તે મળતું નથી. ડો. બાબાસાહેબ આંબેડકરે આપણને બંધારણમાં મત આપવાનો અધિકાર આપ્યો છે અને આખરે એ મતદારોના હાથમાં છે કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયા પક્ષને પૂર્ણ બહુમતી આપે છે. અજિત પવારે વધુમાં કહ્યું કે, રાજ્યમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે અને કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે 145 બેઠકોનો અડધો આંકડો પાર કરવો પડશે.

એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડશે

નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ભાજપ, શિવસેના અને એનસીપીનું બનેલું મહાયુતિ (મહાગઠબંધન) આગામી વિધાનસભા ચૂંટણીઓ સાથે મળીને લડશે. તેમણે કહ્યું કે, મહાગઠબંધનના તમામ નેતાઓ મહાગઠબંધન સરકારને ફરી સત્તામાં લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, મહાગઠબંધનની સરકાર આવ્યા બાદ અમે બધા સાથે મળીને મુખ્યમંત્રી અંગે નિર્ણય કરીશું. મહાયુતિ આગામી વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં લડવા જઈ રહી છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button