SG હાઇવે પર રહેતી એક 38 વર્ષીય મહિલાએ ગ્રેટર નોઇડાના સમલૈંગિક અને નપુંસક ફિઝિશયન તબિબ પતિ અને સાસરિયા સામે અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જયારે લગ્ન કરીને આ દંપતિ હનિમુન પર ગ્રીસ ગયુ હતુ ત્યારે તબીબ પતિએ કહ્યુ હતુ કે, મને છોકરીઓ સાથે નહીં પરંતુ પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવામાં રસ છે. આ ઉપરાંત, પતિ સહિત સાસરીયાઓ બાળક પેદા કરવા માટે અન્ય યુવકો સાથે શારીરિક સંબંધ બાંધવા પરિણીતાને દબાણ કરીને મારઝૂડ કરતા હોવાનો આરોપ મુકયો છે. પીડીત પરિણીતાએ તપાસ કરતા તેણે જાણ થઇ કે, તેનો પતિ પહેલાથી નપુસંક છે અને તેણે અગાઉ બે યુવતી સાથે લગ્ન કરીને આવો જ માનસિક- શારિરિક ત્રાસ આપી ચુકયો છે. આ અંગે પરિણીતાએ અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
મૂળ હરિયાણાની હાલમાં SG હાઇવે પર આવેલી જાણીતી રેસીડેન્સીમાં રહેતી 38 વર્ષીય યુવતી દેશની પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરે છે. તેના પહેલા લગ્ન 2021માં થયા હતા પરંતુ પતિ સાથે મનમેળ ન આવતા તેણે છૂટાછેડા લીધા હતા. બાદમાં શાદી ડોટ.કોમ એપ્લીકેશન મારફતે એપ્રિલ 2024 ગ્રેટર નોઇડાના ચિરાગ ટંડન નામના તબીબ સાથે સંપર્ક થયો હતો. બન્નેએ એકબીજાને પસંદ આવતા બન્ને પરિવારજનો લગ્નની વાત માટે ભેગા થયા હતા જેમાં ચિરાગના પિતા પ્રદીપ ટંડને દિકરો હોવાથી સગાઇમાં મોટી ભેટની માંગ કરતા 10 મેના રોજ ચિરાગ- શિલાની સગાઇ પ્રસંગે શિલાના પિતાએ બે તોલાનું સોનાનું બિસ્કીટ અને 1.42 લાખ રૂપિયા ચિરાગને આપ્યા હતા. થોડા સમય બાદ ફરી ચિરાગે તેના સસરા પાસે શિલાને નોકરીએ જવા આવવામાં તકલીફ પડવાનુ બહાનુ કરીને BMW કારની માંગ કરી હતી. લગ્ન દરમ્યાન 11 લાખ રોકડ, સોના, હિરા તેમજ ચાંદીના દાગીના દહેજમાં શિલાના પિતાએ આપ્યા હતા. આ દરમ્યાન લગ્નની રાત્રે પતિ ચિરાગે પત્નીને કહ્યુ કે, મને પ્રાઇવેટ પાર્ટ પર ઇન્ફેક્શન છે જેથી હું તારી સાથે શારીરિક સંબંધ બાંધી નહીં શકુ કહીને પોતે નપુંસક હોવાની વાત છુપાવી હતી. બીજી તરફ પતિને શૈલેન્દ્ર અને હર્ષ નામના તેના મિત્રો સાથે સમલૈગિક સંબંધો હોવાની પણ જાણ થઈ હતી. આ કેસમાં પતિ સહિત સાસરીયાઓ બાળક પેદા કરવા માટે અન્ય યુવકો સાથે શારીરિક સંબંધ રાખવા દબાણ કરીને શીલાને મારઝૂડ કરતા હતા. અંતે કંટાળીને પરિણીતા અમદાવાદ પરત આવી ગઇ તો પતિ સહિત સાસરીયાઓએ તેના વિરૂદ્ધમાં નોઇડા ખાતે ખોટી ફરિયાદો કરી હતી. શિલાના પિતા સહિત પરિવારજનોને ચિરાગે ફોન કરીને ધમકીઓ આપતા શિલાએ અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.
Source link