છેલ્લા બે દશકમાં એવું જોવા મળ્યું છે કે, ભારતની આર્થિક વૃદ્ધિ મોટાભાગે સર્વિસ સેક્ટરને આભારી છે. ખાસ કરીને આ મામલે ઈન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી), બેકિંગ અને ફાઈનાન્સ સેક્ટર્સનું મોટું યોગદાન છે.
પણ નવી સદી શરૂ થઈ ત્યારથી સર્વિસ સેક્ટરનું તો વિસ્તરણ જોવા મળ્યું છે. પણ સામે કાપડ અને ફૂટવેર જેવા પરંપરાગત એકમોના વિસ્તરણ મામલે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતના આ પરંપરાગત સેક્ટર્સ એવા છે, જે ઓછી કુશળતા ધરાવતાં કરોડો લોકોની આવક અને જીવનનિર્વાહના સ્રોત છે. જેથી મેન્યુફેકચરિંગ ક્ષેત્રે સ્થિરતા જોવા મળી રહી છે. જે 14 ટકા પર સ્થિર છે અને 25 ટકાના ટાર્ગેટથી ઘણી દૂર છે. આ સ્થિતિએ ઉચ્ચ કુશળ અને ઓછા કુશળ કામદારો વચ્ચેની ખાઈને વધુ ઉંડી કરી છે. આ વચ્ચે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિના અહેવાલ અનુસાર, જૂન 2024માં ભારતમાં બેરોજગારીનો રાષ્ટ્રીય દર સાત ટકાથી વધી નવ ટકા થઈ ગયો છે.
અલબત્ત કુશળ આઈટી વ્યવસાયિકોના એક મોટા સમૂહ મામલે નોકરીઓની તકો અને આવકના સ્તરમાં વધારો થયો છે. ખાસ કરીને બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ભારતમાં ડેટા એનાલિટિક્સ અને સોફ્ટવેર વિકાસ કેન્દ્રોની સ્થાપના સાથે, જે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી)ના રૂપે ઓળખાય છે. ભારતની મેન્યુફેક્ચરિંગ નબળાઈને કારણે ટેક્સટાઈલ મામલે દેશ બાંગ્લાદેશથી પાછળ રહી ગયો છે. જ્યારે મશીનરી મામલે થાઈલેન્ડથી પાછળ છે અને ઈલેક્ટ્રોનિક્સ મામલે વિયેતનામથી પાછળ છે. જેથી સમગ્ર દેશમાં ઓછી કુશળતા ધરાવતાં લોકોને નોકરીઓની તકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અર્થશાસ્ત્રીઓએ એ મુદ્દા પર ભાર આપ્યો હતો કે, 1.4 અબજ લોકોની વસ્તી ધરાવતો દેશ સર્વિસ સેક્ટરના ધીમા વધારા પર આધાર રાખી શકે નહીં. આટલી જંગી વસ્તી ધરાવતાં દેશ માટે જરૂરી છે કે, તે નોકીઓની તકોમાં વધારા મામલે માત્ર સર્વિસ સેક્ટર પર આધાર રાખી શકે નહીં અને તેને રોજગાર સર્જનમાં યોગદાન આપવા માટે અર્થતંત્રના તમામ ક્ષેત્રોની જરૂર પડશે. 2023-24ના ઈકોનોમિકસ સર્વે અનુસાર, ભારતે વર્કફોસની વધતી સંખ્યાનો સમાવેશ કરવા માટે ભારત માટે જરૂરી છે કે, તે વાર્ષિક ધોરણે નવી લગભગ 78.5 લાખ નોકરીઓનું સર્જન કરે.
Source link