સુરતમાંથી 2 નકલી પોલીસની ધરકપડ કરવામાં આવી છે. જેમાં સુશીલ તિવારી, અતુલ સેંગરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ઓળખ આપી લોકો પાસે પૈસા પડાવતા હતા. તેમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જેમાં વ્યક્તિને શંકા જતા પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસના અંતે પોલીસે બન્ને આરોપીઓને ઝડપ્યા છે.
ગોડાદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
વધુ તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી છે. શહેરમાં પોલીસ તરીકેની ઓળખ આપી વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરતા બે નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે. તેમાં સુશીલ તિવારી અને અતુલસિંહ સેંગર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ગોડાદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વ્યક્તિને પોલીસ તરીકે ઓળખ આપી હતી. ખોટા કામ કરો છો કહી રૂપિયાની માંગણી કરી ધાકધમકી આપી હતી. રૂપિયા નહી આપો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
વ્યક્તિને શંકા જતા ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી
વ્યક્તિને શંકા જતા ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે બંને નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા છે. વધુ તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી છે. અગાઉ સુરતના વરાછા વિસ્તારમાં જુગાર રમાડવામાં આવે છે,ત્યારે નકલી પોલીસ બનીને પાંચ આરોપીઓ ત્યા રેડ કરવા ગયા અને પોલીસ બનીને રેડ કરી,જુગાર રમતા આરોપીઓ દ્વારા કેસ કરવામા ના આવે તેવું કહેવામાં આવ્યું જેમાં સેટલમેન્ટ કરી આરોપીઓએ રૂપિયા 1.73 લાખનો તોડ કર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જુગારીઓને શંકા જતા અસલી પોલીસનો સંપર્ક કર્યો જેમાં પોલીસે CCTVના આધારે નકલી પોલીસને ઝડપ્યા હતા.પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને 2 આરોપીઓ ફરાર છે.
Source link