GUJARAT

Ahmedabad: સ્કૂલમાં વાહન લઈને જતા સગીર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ

શહેરમાં વધી રહેલા અકસ્માતને લઈને અમદાવાદ ગ્રામ્ય DEOએ આદેશ આપ્યા છે. જેમાં સ્કૂલમાં વાહન લઈને જતા સગીર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ છે. તેમાં DEO દ્વારા પરિપત્ર કરી તમામ સ્કૂલોને જાણ કરાઈ છે. ગિયરવાળા વાહન લઈને જતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા આદેશ છે. 16 સુધીના વર્ષના બાળકોને ડ્રાઇવિંગ લાયસન્સ મળવા પત્ર ના હોવાથી તેઓ વાહન ના ચલાવે તે સ્કૂલે ધ્યાન રાખવું જોઇએ.

 ગિયરવાળા વાહન લઈને જતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

વધતા અકસ્માતોને લઈ અમદાવાદ ગ્રામ્ય DEOના આદેશ છે જેમાં વાહન લઈ જતા સગીર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થશે. ગિયરવાળા વાહન લઈને જતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 16 વર્ષીય બાળકો વાહન ન ચલાવે તેનું ધ્યાન સ્કૂલે રાખવું પડશે જેમાં DEO દ્વારા પરિપત્ર કરી તમામ સ્કૂલોને જાણ કરાઈ છે. શહેરમાં વધી રહેલા અકસ્માતને લઈને અમદાવાદ ગ્રામ્ય DEOએ આદેશ આપ્યા છે. જાણો હાલમાં જ અમદાવાદમાં એક કિશોરે અકસ્માત સર્જાયો હતો. તેમાં બોપલમાં રહેતા અને બિલ્ડર મિલાપ શાહનો સગીર પુત્ર તા.14 સપ્ટેમ્બરે રાત્રે બર્થ ડે પાર્ટીમાં જવાનું હોવાનું કહીને મર્સિડીઝ ગાડી લઇને ઘરેથી નિકળ્યો હતો.

 સગીરના પિતા મિલાપ પટેલની શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવશે

રાતના 11.30 વાગ્યાની આસપાસ સગીર પૂરઝડપે કાર હંકારીને સોબો સેન્ટર પાસેથી પસાર થતો હતો ત્યારે રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડ ગોવિંદસિંહને સગીરે અડફેટે લેતા તેઓ પાંચ ફૂટ ઉંચે ઉછળીને રસ્તા પર પટકાયા હતા. જેમાં ગોવિંદસિંહને માથા, શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા ગોવિંદસિંહને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે, ત્યાં તેઓનું મોત નિપજ્યુ હતુ. બોપલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સગીરની અટકાયત કરી હતી. જ્યારે બિલ્ડર મિલાપ પટેલે તેમનો દિકરો સગીર હોવાનું જાણતા હોવા છતાં મર્સિડીઝ કાર તેણે ડ્રાઇવ કરવા આપી તે સીધી રીતે અકસ્માત કરનાર દિકરા જેટલા જ ગુનેગાર હોવા છતાં પોલીસે મિલાપ વિરૂદ્ધ હજુ ગુનો નોંધ્યો નથી. બોપલ પીઆઇ બી.ટી.ગોહીલે જણાવ્યુ કે, નવી કલમ ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે તે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સગીરના પિતા મિલાપ પટેલની શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button