NATIONAL

Andhra Pradesh: હે ભગવાન! તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણિજ ચરબી, બીફ ટેલોની NDDBની

લાખો-કરોડો લોકોના આસ્થાના કેન્દ્રસમા તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદ લાડુમાં પ્રાણિજ ચરબી અને બીફ ટેલો, પીગ ટેલો હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે પણ આ વાતનું સમર્થન કર્યું છે.

બોર્ડના રિપોર્ટ મુજબ મંદિરમાં લાડુ બનાવવા માટે જે ગાયનું ઘી પૂરું પડાતું હતું તેમાં માછલીનું તેલ, બીફ ટેલો અને ચરબીના તત્ત્વો મળી આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચાય છે, એટલું જ નહીં ભગવાનને પણ ધરાવવામાં આવે છે. આણંદ સ્થિત એનડીડીબીની સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઈન લાઈવ સ્ટોક એન્ડ ફૂડ લેબમાં આ ટેસ્ટ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશનાં સીએમ ચંદ્રાબાબુ નાયડુએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે અગાઉની YSR કોંગ્રેસ સરકાર દ્વારા તિરુપતિ મંદિરના પ્રસાદના લાડવામાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉની સરકાર શુદ્ધ ઘીના બદલે ચરબીનો ઉપયોગ કરતી હતી. જો કે જગનમોહન રેડ્ડી સરકારે આ આક્ષેપોને ફગાવ્યા હતા અને તેને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, જગનમોહન રેડ્ડી સરકાર શ્રી વેંકટેશ્વર મંદિર દ્વારા પ્રસાદના રૂપમાં આપવામાં આવતા લાડુમાં શુદ્ધ ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરતો હતો.

નાયડુએ મંદિરની પવિત્રતાને નુકસાન પહોંચાડયું : YSR

વાયએસઆર કોંગ્રેસનાં નેતા અને રાજ્યસભાનાં સાંસદ વાય.વી. સુબ્બા રેડ્ડીએ ચંદ્રાબાબુ નાયડુ પર વળતો હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે નાયડુએ ખોટા આક્ષેપો કરીને તિરુપતિ મંદિરની પવિત્રતાને નુકસાન પહોંચાડયું છે. કરોડો હિન્દુઓની આસ્થા સાથે રમત રમી છે. તેમની ટિપ્પણી ઘણી જ દુર્ભાવનાપૂર્ણ છે. કોઈપણ વ્યક્તિ આવું બોલી શકે નહીં. ચંદ્રાબાબુ નાયડુ રાજકીય લાભ ખાટવા કોઈપણ સ્તરે જઈ શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button