SPORTS

IND vs BAN: બુમરાહે રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો 10મો ભારતીય બન્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી તેણે બાંગ્લાદેશ સામે 3 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 400 વિકેટ ઝડપનાર 10મો ભારતીય બોલર બની ગયો છે. તેની તરફથી શાર્પ બોલિંગ જોવા મળી રહી છે. બાંગ્લાદેશના બેટ્સમેનો જસ્સીના બોલને બરાબર સમજી શક્યા ન હતા.

ઈશાંત અને શમી બાદ મેળવી આ સિદ્ધિ

જસપ્રીત બુમરાહે ભારત માટે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી બાદ તેણે 400 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં તેણે 6.5 ઓવરના સ્પેલમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી છે. તેણે શાદમાન ઈસ્લામ, મુશફિકુર રહીમ અને હસન મહમૂદને નિશાન બનાવીને ઈતિહાસ રચ્યો છે.

ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરો

ભારત તરફથી અનિલ કુંબલેએ સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે. જ્યારે આર અશ્વિને 369 ઇનિંગ્સમાં 744 વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહ સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં ત્રીજા સ્થાને છે. તેણે 707 બેટ્સમેનોને ટાર્ગેટ કર્યા છે. ચોથા નંબર પર કપિલ દેવ છે જેણે 448 ઇનિંગ્સમાં 687 વિકેટ લીધી છે. જ્યારે ઝહીર ખાને 373 ઇનિંગ્સમાં 597 વિકેટ લીધી છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button