દેશનું રિયલ એસ્ટેટ સેકટર વિદેશી રોકાણકારોનું પસંદ બનતું જઈ રહ્યું છે. આની ખબર ભારતીય રિયલ એસ્ટેટમાં આવી રહેલા વિદેશી રોકાણના આંકડાઓથી ચાલે છે. એક તાજેતરના એક રિપોર્ટ અનુસાર, આ વર્ષના પ્રથમ છ માસમાં જ ભારતીય રિયલ એસ્ટેટમાં વિદેશી રોકણ 3.5 ડોલર પર પહોંચી ગયું છે.
સિંગાપુર અને ચીન પછી ભારત
એક ખાનગી કંપનીએ રિયલ એસ્ટેટમાં વિદેશી રોકાણને લઈ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તેનું કહેવું છે કે, વિદેશી રોકાણકારો માટે જમીન અને વિકાસ સાઈઠ રોકાણ મુદ્દે ભારત ત્રીજું સૌથી પસંદગીનું ડેસ્ટિનેશન બનીને સામે આવ્યું છે. આ મુદ્દે હવે ભારતથી આગળ માત્ર ચીન અને સિંગાપુર છે.
કુલ રોકાણમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો
એક રિપોર્ટ અનુસાર, વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં કુલ રોકાણમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 73 ટકા છે. તેમાં ક્રોસ બોર્ડર રોકાણ 1.5 અબજ ડોલરને પાર કરી ગયું છે. એશિયા પેસિફિક ક્ષેત્ર એટલે કે APAC પ્રદેશે વિદેશી રોકાણના આ પ્રવાહમાં 1.2 બિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે.
બીજા ક્વાર્ટરમાં ભારે રોકાણ આવ્યું
રિપોર્ટ અનુસાર, આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતીય રિયલ એસ્ટેટમાં કુલ વિદેશી રોકાણ 1 અબજ ડોલરથી ઓછું હતું. તે સમયગાળા દરમિયાન ભારતીય રિયલ એસ્ટેટમાં કુલ 995.1 મિલિયન ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. જ્યારે બીજા ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિનામાં વિદેશી રોકાણનો આંકડો 2.5 અબજ ડોલરને પાર કરી ગયો હતો.
આગામી વર્ષોમાં અહીં લાભ થશે
ભારતના રિયલ એસ્ટેટ સેકટરમાં હજી જોરદાર ગ્રોથ જોવા મળી રહ્યો છે. દેશમાં પાયાના ઈન્ફ્રાસ્ટ્રકચર પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જેનો ફાયદો રિયલ એસ્ટેટને થઈ રહ્યો છે. હજી વિદેશી રોકાણકારોનું ધ્યાન આમ તો એસેટ પર છે. જે તૈયાર થઈ ચુક્યા છએ. વિદેશી રોકાણકારો માટે આગામી સમયમા ભારતીય રિયલ એસ્ટેટમાં વિકાસ એસેટમાં પણ શાનદાર તક બની રહી છે.
Source link