છેલ્લા થોડા દિવસથી તિરુપતી બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને ગુજરાતના મંદિરોમાં મળતા પ્રસાદ અંગે પણ ગુજરાતનું ફૂડ અને ડ્રગ્સ વિભાગ સતર્ક થયું છે. વિભાગ દ્વારા જરા પણ કચાશ રહી ના જાય તે માટે જેટલા પણ મંદિરોમાં પ્રસાદ મળે છે તે મંદિરોમાં અને મંદિરની બહાર પણ જ્યાં પ્રસાદ મળે છે ત્યાં તપાસ કરવા માટે ટીમ તૈયાર કરવામાં આવી છે.
મંદીરોમાં પ્રસાદની ચકાસણી બાબતે કમિશનરનું નિવેદન
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડૉ. એચ જી કોશિયા દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું હતું કે, અંબાજી દ્વારકા સોમનાથ સહીતના સ્થળો પર પ્રસાદ મળે છે. જેને લઈને 32 જેટલા સ્થળો પર તપાસ કરવામાં આવશે. ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે પ્રસાદની તપાસ કરવામાં આવે છે. પ્રાણિજન્ય ચરબી ક્યારેય પ્રસાદમાં જોવા મળી નથી.
ભેળસેળ વાળો ખોરાક ન મળે તે માટે તપાસ શરૂ થશે
કોશિયાએ વધુમાં જણાવ્યું કે, ખાદ્ય પદાર્થ બને છે તે સ્થળો પર તપાસ કરવામાં આવશે. રાજ્યવ્યાપી તપાસ શરૂ કરવામાં આવશે. આઉટલેટ અને દૂકાનોમાં પણ તપાસ કરવામાં આવશે. રો મટીરીયલ, ઘી, માવા વગેરે સ્ટોક જ્યાં બને છે ત્યાં તપાસ કરવામાં આવશે. 2 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન થતું હોય ત્યાં તપાસ કરવામાં આવશે.
બોડી વોર્ન કેમેરાનો પ્રોજેક્ટ શરુ કરાયો છે
પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા આપી ચકાસણી કરવામાં આવશે. ખોટા આક્ષેપ ન થાય તે માટે કેમેરા સાથે તપાસ કરવામાં આવશે.
Source link