એશ્વર્યાથી છૂટાછેડાની અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચને આપ્યા સારા સમાચાર, ફેન્સ ખુશીથી ઉછળ્યા
અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે અભિનેતા અને તેની પત્ની અને અભિનેત્રી ઐશ્વર્યા રાય વચ્ચે બધુ બરાબર નથી. આ દરમિયાન અભિષેક બચ્ચને તેના ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. આ સમાચાર જાણીને ચાહકો ખુશીથી ઉછળી પડશે. અભિષેક બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ચાહકોને ખુશખબર આપી છે.
અભિષેક બચ્ચને પોસ્ટ શેર કરી
અભિષેક બચ્ચને તેની આગામી ફિલ્મ ‘બી હેપ્પી’નું પહેલું પોસ્ટર શેર કરીને પોતાની નવી ફિલ્મ વિશે માહિતી આપી છે. આનાથી ફેન્સ ઘણા ખુશ છે. આ એક ડાન્સ ડ્રામા ફિલ્મ છે જેમાં અભિષેક બચ્ચન સાથે નોરા ફતેહી, નાસાર અને ઇનાયત વર્મા અભિનિત છે. બી હેપ્પીના ફર્સ્ટ લુકમાં અભિષેક બચ્ચન અને ઇનાયત જોવા મળી રહ્યા છે. જેમાં પિતા-પુત્રીની જોડી બની છે. પોસ્ટરમાં અભિષેક અને ઇનાયત ડાન્સ કરતા જોવા મળે છે જે આ ફિલ્મની શૈલી દર્શાવે છે. પોસ્ટર શેર કરતી વખતે તેણે લખ્યું હતું કે, ‘તમારા હૃદયમાં પ્રવેશવા માટે સંપૂર્ણપણે તૈયાર.’
અભિષેક બચ્ચનની બી હેપ્પી ફિલ્મનું નિર્દેશન રેમો ડિસોઝાએ કર્યું છે. તેની વાર્તા સિંગલ પિતા શિવ રસ્તોગી અને તેની બુદ્ધિશાળી અને વિનોદી પુત્રી વચ્ચેના બોન્ડની આસપાસ ફરે છે, જે દેશના સૌથી મોટા ડાન્સ રિયાલિટી શોમાં પરફોર્મ કરવાનું સપનું જુએ છે. ફિલ્મ વિશે વાત કરતાં રેમોએ કહ્યું કે આ એક એવા પિતાની વાર્તા છે જે તેની પુત્રીને ભારતના સૌથી મોટા ડાન્સ રિયાલિટી શોમાં પર્ફોર્મ કરવાનું સપનું પૂરું કરવામાં મદદ કરે છે. તેની વાર્તા હૃદય સ્પર્શી છે.
‘Be Happy’ OTTપર રિલીઝ થશે
અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ બી હેપ્પી ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. જોકે તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ રેમોની પત્ની લિઝેલ રેમો ડિસોઝા કરી રહી છે. આમાં જોની લીવર અને હરલીન સેઠી સહાયક ભૂમિકામાં છે.