NATIONAL

Business: દેશમાં ડિજિટલ પેમેન્ટનો નવો રેકોર્ડ, 5 મહિનામાં 1,669 લાખ કરોડ થયો

દેશમાં સતત ડિજિટલ પેમેન્ટનું ચલણ વધતું જઈ રહ્યું છે. જેથી કેન્દ્ર સરકારે આ અંગે લેવડ-દેવડનો આંકડો જાહેર કર્યો છે. દેશમાં ડિજિટલ લેવડ-દેવડવની સંખ્યા વર્ષ-2017-18માં 2071 કરોડથી વધીને 2023-24માં 18,737 કરોડ થઈ છે. જે 44 ટકા ચક્રવૃદ્ધિ દર છે. આ ઉપરાંત નાણાં મંત્રાલયના આંકડાઓ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ-2024-25માં છેલ્લા પાંચ મહિનામાં લેવડ-દેવડનું પ્રમાણે 8,659 કરોડ સુધી પહોંચી ગયું છે. 

આ દરમ્યાન યુપીઆઈ લેવડ-દેવડનું પ્રમાણ નાણાકીય વર્ષ-2017-1માં 92 કરોડથી વધીને નાણાકીય વર્ષ-2023-24માં 13,116 કરોડ થઈ છે. જે 129 ટકાના સીએજીઆર છે. યુપીઆઈ લેવડ-દેવડનું મૂલ્ય નાણાકીય વર્ષ-2017માં એક લાખ કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ-23-24માં 200 લાખ કરોડ રૂપિચા થઈ ગયો છે, જે 138 ટકાના સીએજીઆર વૃદ્ધિ છે.

નાણાકીય વર્ષ-2024માં પૈસાની લેવડ-દેવડની કિંમત 1,962 લાખ રૂપિયાથી વધીને 3,659 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જે 11 ટકાની સીએજીઆર છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ-2025ના છેલ્લા પાંચ મહિનામાં કુલ લેવડ-દેવડ મૂલ્ય વધીને 1,669 લાખ કરોડ રૂપિયા થયા છે. જેમ કે, મંત્રાલય હેઠળ નાણાકીય સેવા વિભાગે જણાવ્યું હતું.

ડિજિટલ પેમેન્ટમાં સતત વધારો

ગત પાંચ મહિનામાં કુલ લેવડ-દેવડની વેલ્યૂ વધીને 101 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. યુપીઆઈ હવે યુએઈ, સિંગાપોર, ભુતાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ અને મોરેશિયસ જેવા મુખ્ય બજારો સહિત સાત દેશોમાં લાઈવ વ્યવહારોની સુવિધા આપે છે.

ગત નાણાકીય વર્ષોની સરખામણીમાં, દેશમાં ડિજિટલ પેમેન્ટ લેન્ડસ્કેપમાં નોંધપાત્ર વિસ્તરણ થતું જોવા મળ્યું છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે “ભાગીદાર બેંકો અને ફિનટેક પ્લેટફોર્મના વધતા નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સરળતાએ યુપીઆઈને સમગ્ર દેશમાં લાખો વપરાશકર્તાઓ માટે રીઅલ-ટાઇમ પેમેન્ટની સૌથી પસંદગીની પદ્ધતિ બનાવી છે.”

મળતી માહિતી અનુસાર, પીઅર-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન્સનું યોગદાન ઓગસ્ટમાં 62.40 ટકા પર પહોંચી ગયું છે, જ્યાં 85 ટકા વ્યવહારો રૂ. 500 સુધીના હતા. ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ તેની સરહદોની બહાર વિસ્તરી રહી છે. ACI વર્લ્ડવાઈડ રિપોર્ટ 2024 અનુસાર, વૈશ્વિક રીઅલ-ટાઇમ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનના લગભગ 49 ટકા ભારતમાં થઈ રહ્યા છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button