આજે કે.વી.ઓએનજીસી ચાંદખેડા ખાતે યોજાયેલી 53મી નેશનલ સ્પોર્ટસ ચેમ્પિયનશીપ અંતર્ગત અંડર-17 અને અંડર-19 ચેસ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કે.વી.એસ.અમદાવાદ સંભાગના ડેપ્યુટી કમિશનર શ્રુતિ ભાર્ગવે કર્યું હતું.
સ્પર્ધામાં દેશભરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ત્યારે આચાર્ય અશોક કુમારે મહેમાનો અને સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરેએ વિદ્યાર્થીઓને રમત-ગમતના શોખ સાથે રમવા માટે પ્રેરિત કર્યા હતા. મહેમાનો દ્વારા આકાશમાં ધ્વજારોહણ અને ફુગ્ગાઓ ફરકાવીને સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં દેશભરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આગામી દિવસોમાં ફાઈનલ અને ઈનામ વિતરણ સમારોહ યોજાશે.
નેશનલ ચેસ સ્પોર્ટ્સ મીટનું સફળ આયોજન
કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી ચાંદખેડામાં 53મી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન નેશનલ ચેસ સ્પોર્ટ્સ મીટનું સફળ આયોજન થઈ રહ્યું છે. આજે બીજા દિવસે અંડર-17 અને અંડર-19 ચેસ સ્પર્ધામાં,ભુવનેશ્વર,લખનૌ દહેરાદૂન રાયપુર,દિલ્હી , અરનાકુલમ અને મુંબઈ સંભાગના પ્રતિસ્પર્ધી કુલ ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ આગળ ચાલી રહ્યા છે.
આચાર્ય અશોક કુમારે સ્પર્ધકોનું ઉત્સાહ વર્ધન કર્યું
આ ચેસ સ્પર્ધામાં કુલ 239 ભાગ લઈ રહ્યા છે. આચાર્ય અશોક કુમારે સ્પર્ધકોનું ઉત્સાહ વર્ધન કર્યું હતું. તમામ ઓફીશિયલ અને સ્ટાફ દ્વારા સ્પર્ધાના સફળ આયોજન માટે લગાતાર ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહેલ છે.
Source link