છેલ્લા થોડા દિવસથી બાળકીઓ સાથે શારીરિક અડપલા કરવાની ઘટના બહાર આવી રહી છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે બળજબરી કરતા હોવાનું બહાર આવી રહ્યું છે. જે વચ્ચે કડી તાલુકાના નંદાસણમાં 13 વર્ષની માસુમ પર ગામના જ નરાધમોએ દુષ્કર્મ કર્યાનું બહાર આવતા ચકચાર મચી જવા પામ્યો છે.
કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં એક ગામની અંદર નરાધમોએ સગીરાને અલગ-અલગ સ્થળ ઉપર લઈ જઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાનું પેટ મોટું દેખાતા હોસ્પિટલમાં લઈ જવામાં આવી તો જાણવા મળ્યું કે સગીરાને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો. જેની જાણ પરિવારને થતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે પરિવારે સગીરાને દવાખાને લઈ ગયા બાદ ત્રણ નરાધમો વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.
માતાને દીકરીના પેટનો ભાગ ફૂલેલો જોતા શંકા ગઈ કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં પરિવાર સાથે રહેતી 13 વર્ષની માસૂમ પર તેના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, 13 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહે છે. તેના પિતા થોડાક વર્ષો અગાઉ અવસાન પામ્યા હતા. સગીરા તેના ઘરે નાહવા માટે બેઠી હતી, તે દરમિયાન સગીરાની માતાએ તેના શરીર ઉપર જોતાં તેના પેટનો ભાગ ફૂલેલો હતો. જે બાબતે તેની માતાએ પોતાની સગીર દીકરીને પૂછતાં દીકરીએ જણાવ્યું હતું કે, બધી છોકરીઓ જાડી થાય છે તો હું પણ જાડી થઈ છું. સગીરાની માતાને શંકા પડતાં ચાર દિવસ પહેલાં દીકરીને કડીના નંદાસણમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જે બાદ સ્થાનિક તબીબોએ કહ્યું હતું કે, તમારી દીકરીને ગાયનેક ડોક્ટરને બતાવો.
13 વર્ષની દીકરીને ચાર માસનો ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો
સગીરાની માતા સગીરાને કલોલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટર દ્વારા સોનોગ્રાફી તેમજ રીપોર્ટ કઢાવતા 13 વર્ષની દીકરીને ચાર માસનો ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ જાણી દીકરીના માતાના માથે આભ ફાટી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જે બાદ માતા દીકરીને તેના ઘરે લાવી હતી. જો કે આ વાતની જાણ થયા બાદ માતા ચિંતામાં હતા.
સમગ્ર ઘટનાની જાણ થતાં માતાના માથે આભ ફાટ્યાની સ્થિતિ
માતાએ દીકરીને સમજાવી ફોસલાવીને સમગ્ર હકીકત બાબતે પૂછવાનો પ્રયાસ કર્યો હતો. જેથી દીકરીએ માતાને કહ્યું હતું કે, ઠાકોર મુકેશ કાંતિજી, ઠાકોર હિતેશ મહેશજી, ઠાકોર ચિરાગ વિષ્ણુજીએ આપણા ઘરની બાજુમાં આવેલા ચરામાં લઈ જઈ મારી સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. ચાર-પાંચ મહિના પહેલાં આપણા ઘરની બહાર ઓટલા ઉપર હું બેઠી હતી ત્યારે, મુકેશ આવીને મારી બાજુમાં બેઠો હતો. તેણે મને કહ્યું હતું કે, મારી સાથે બોલવું છે તો મેં તેને ના પાડી હતી. ત્યાર બાદ થોડાંક સમય બાદ હું આપણી ભેંસને ચરાવવા માટે ખેતરમાં લઈ જઈ રહી હતી ત્યારે, મુકેશ મારી પાછળ-પાછળ આવ્યો હતો. જે બાદ ખેતરના ચરામાં આવેલી બાવળની ઝાડીઓમાં મને હાથ પકડીને ખેંચીને લઈ જઈ મારી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
‘મારો હાથ પકડી ખેંચીને ગાડીમાં બેસાડી દુષ્કર્મ ગુજાર્યું’
ત્યાર બાદ માતાએ 13 વર્ષની સગીર દીકરીને વિશ્વાસમાં લઈ વધારે વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેથી દીકરીએ માતાને વધુમાં જણાવ્યું હતું કે, બે મહિના પહેલાં આપણી ભેંસની પાડીને ચરાવવા માટે હું ચરામાં ગઈ હતી ત્યારે, ઠાકોર ચિરાગ ગાડી લઈને આવ્યો હતો. ત્યારે તેણે મારો હાથ પકડી મને ખેંચીને ગાડીમાં બેસાડી મારી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાએ વધુમાં તેની માતાને કહ્યું હતું કે, ગણેશ ચતુર્થીના દિવસે હું આપણી ભેંસની પાડીને ચરાવવા માટે ચરામાં લઈને ગઈ હતી, ત્યાં ઠાકોર હિતેશ નીકળ્યો હતો. તેણે મને જોઈ, મારી પાસે આવી, મારો હાથ પકડીને મને લઈ ગયો હતો અને મારી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી આ હકીકત જાણ્યા બાદ પરિવારના માથે જાણે આભ ફાટી ગયું હોય તેવી સ્થિતિ થઈ હતી. સગીરાની માતાએ અન્ય પરિવારજનોને જાણ કરી કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી સમગ્ર હકીકત જણાવતાં પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
Source link