હાલ ચીન ગંભીર આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે ભારતની આ પાડોસી દેશ સાથેની નિકાસ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઝડપથી ઘટી રહી છે.
ઓગસ્ટ મહિનામાં ભારતની ચીન સાથેની નિકાસમાં એક અબજ ડોલર સાથે 22.44 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે વિશ્વના અન્ય દેશો સાથેની કુલ નિકાસમાં 34.7 અબજ ડોલર સાથે નવ ટકાનો ઘટાડો થયો છે, એમ કોમર્સ ડિપાર્ટમેન્ટના ડેટામાં જણાવવામાં આવ્યું હતું. ચીન ભારતનું પાંચમાં નંબરનું સૌથી મોટું નિકાસ માર્કેટ છે. બીજી તરફ ભારતની ચીન પરની નિર્ભરતા અવિરત જોવા મળી છે. ચીન માટે ભારત સૌથી મોટો નિકાસકર્તા દેશ છે. ભારતની ચીન ખાતેથી આયાતનો આંકડો વાર્ષિક ધોરણે 10.8 અબજ ડોલર સાથે 15.5 ટકા વધ્યો હતો. ઓગસ્ટ મહિનાના નિકાસના આંકડા ઘણાં નિરાશાજનક રહ્યા હતા. જો કે છેલ્લા કેટલાક મહિનાઓનું વલણ દર્શાવે છે કે, ભારતની ચીન સાથેની નિકાસ મોટાભાગે લોખંડ, મરિન પ્રોડક્ટ્સ, કોપર અને ફૂડ આઈટ્મ્સ સહિત અન્ય વસ્તુઓ પર આધારિત હતી. કોમર્સ સચિવે જણાવ્યું હતું કે, માંગમાં ઘટાડો ભૌગોલિક રાજકીય સ્થિતિ અને લોજિસ્ટિકને કારણે છે. જ્યારે ચીન સાથેની નિકાસ ઘટવાનું બીજું સૌથી મોટું કારણ એ છે કે, હાલ પાડોશી દેશમાં પ્રતિકૂળ આર્થિક સ્થિતિ પ્રવર્તી રહી છે. પેટ્રોલિયમ કિંમતોમાં ઘટાડો થવાથી પણ ચીનની આર્થિક ગાડી હાલ પાટા પરથી ઉતરેલી દેખાઈ રહી છે. ચીન સાથેની ભારતની આયાત મોટાભાગે ઈલેકટ્રોનિક સામગ્રી, ઈન્ડસ્ટ્રીયલ મશીનરી, આઈટી હાર્ડવેર અને ઓર્ગેનિક કેમિકલ્સ સહિત અન્યો પર આધારિત હતી. આ સાથે જો ઓગસ્ટ મહિનાના ભારતની આયાત નિકાસના આંકડા રજૂ કરે તો ભારતની ટોચના દસ દેશો પૈકી છ દેશો સાથેની નિકાસના આંકડાનું સંકોચન થયું હતું.
Source link