ENTERTAINMENT

Laapataa Ladies: ખુશીથી ઝૂમી ઉઠી કિરણ રાવ, કહ્યું અમારી કડક મહેનતનું પરિણામ

આમિર ખાન પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ લાપતા લેડીઝની ઓસ્કર્સ 2025 માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી થશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 29 ફિલ્મોના લિસ્ટમાં લાપતા લેડીઝની પસંદગી કરે છે. કિરણ રાવના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બે માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ફિલ્મ ભલે બમ્પર કમાણી ન કરી શકી પરંતુ લોકોના દીલમાં એક ખાસ જગ્યા ધરાવે છે. લોકો તરફથી આ ફિલ્મના વખાણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મ ઓસ્કારમાં સિલેક્ટ થતા કિરણ રાવની શું પ્રતિક્રિયા છે આવો જાણીએ.

આખી દુનિયાને પસંદ આવશે- કિરણ રાવ

કિરણ રાવે કહ્યું કે મને ખૂબ જ સન્માન અને આનંદની લાગણી થઇ રહી છે. લાપતા લેડીઝને એકેડમી અવોર્ડ માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ અમારી આખી ટીમની મહેનતનો પુરાવો છે. ટીમની મહેનત અને જુસ્સાને કારણે જ આ વાર્તા જીવંત બની. સિનેમા હંમેશા દિલોને જોડવા, સરહદ પાર કરવાની અને જરૂરી વાતચીત શરૂ કરવાનું મજબૂત માધ્યમ છે. મને આશા છે કે આ ફિલ્મ ભારતની જેમ આખી દુનિયાના લોકોને પસંદ આવશે.

કિરણ રાવે માન્યો આભાર

કિરણ રાવે ઓસ્કરની સત્તાવાર એન્ટ્રીની પસંદગી સમિતિનો પણ આભાર માન્યો છે. વધુમાં કહ્યું કે હું પસંદગી સમિતિ અને તે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે આ ફિલ્મમાં વિશ્વાસ કર્યો છે. આ વર્ષે ઘણી મહાન ભારતીય ફિલ્મોમાં પસંદગી પામવી એ એક મહાન સન્માનની વાત છે, જે આ સન્માન માટે સમાન દાવેદાર હતી. આ સાથે કિરણ રાવે આમિર ખાન પ્રોડક્શન્સ અને જિયો સ્ટુડિયોનો પણ તેમના વિઝનને સપોર્ટ કરવા બદલ આભાર માન્યો હતો. કિરણ રાવે ફિલ્મની સમગ્ર કાસ્ટ અને ક્રૂનો પણ આભાર માન્યો હતો. તેણે પ્રેક્ષકોનો આભાર માન્યો અને કહ્યું કે તેમનો પ્રેમ અને સમર્થન અમારા માટે બધું જ છે. તેણે કહ્યું કે તે દર્શકોનો વિશ્વાસ છે. જે એક ફિલ્મકાર તરીકે ક્રિએટીવ બાઉન્ડ્રીઝને પાર કરવાની પ્રેરણા આપે છે. 




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button