GUJARAT

Ahmedabad: મહારાષ્ટ્રની કંપનીના રૂ.168 કરોડના કૌભાંડમાં EDના અમદાવાદમાં પણ દરોડા

મેસર્સ જ્ઞાનરદ્ધ મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (DMCSL)એ રોકાણકારોના રૂ.168 કરોડની ઠગાઈ આચરવાના મામલે ઈડીએ અમદાવાદ,દિલ્હી, જલગાંવ સહિતની જગ્યાએ દરોડા પાડી રૂ.7.5 કરોડની ફિકસ ડિપોઝીટો, ડીમેટ એકાઉન્ટ હોલ્ડિંગ્સ સહિતના જંગમ મિલકતો જપ્ત કરી છે. આમ અત્યાર સુધીમાં કુલ 9 કરોડ 2 લાખની અકસ્માયતો જપ્ત કરાઈ છે.

મહારાષ્ટ્ર પોલીસે જ્ઞાનરદ્ધ મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (DMCSL) સામે રૂ.168 કરોડની ઠગાઈની ફરિયાદ મે થી જુલાઈ માસમાં દાખલ કરી હતી.જેના આધારે મુંબઈની ડિરેક્ટોરેટ ઑફ્ એન્ફેર્સમેન્ટ (ED)ની ઓફિસ દ્વારા જ્ઞાનરદ્ધ મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના સુરેશ કુટે, દિવ્યાયન દાસ શર્મા સહિતના ત્યા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં રોકાણકારોને 12 થી 14 ટકા સુધીનું ઉચું વળતર ચુકવવાની લાલચો આપીને રોકાણકારો પાસેથી ડિપોઝીટો ઉઘરાવી હોવાના પુરાવા મળી આવ્યા હતા. આ ઉપરાંત ઈડીને અમદાવાદ,દિલ્હી, જલગાંવ સહિતની જગ્યાએ દરોડા પાડીને રૂ.7.5 કરોડની ફિકસ ડિપોઝીટો, ડીમેટ એકાઉન્ટ હોલ્ડિંગ્સ સહિતના જંગમ મિલકતોના પુરાવા મળતા તે જપ્ત કર્યા છે.

ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે સુરેશ કુટેએ દિવ્યાયન દાસ શર્મા સાથે મળીને રોકાણકારોને પાંચ વર્ષમાં રકમ ડબલ કરી આપવાનું કહીને દસ હજાર રોકાણકારોના મિન્વેન્ટા રિસર્ચ, લક્ઝમબર્ગ કુટેના સિક્યોરિટાઇઝેશનમાં રોકાણ કર્યાના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. જે રોકાણકારોને રોકાણ કરે તેના બનાવટી દસ્તાવેજો પણ આપવામાં આવ્યા હતા. સુરેશ કુટે અને અન્યો સામે કાયદેસરની કાર્યવાહી થતી અટકાવવા માટે ડ્ઢસ્ઝ્રજીન્ખાતરી કે DMCSL ના તમામ રોકાણકારોને ચૂકવવામાં આવશે તે બનાવટી બનાવ્યા હતા. જે બનાવટી દસ્તાવેજો ન્યાયિક પ્રકિયામાં ઉપયોગ પણ કર્યો હતો. એટલુ જ નહીં NCLTમાં પણ આ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ મેસર્સ જ્ઞાનરદ્ધ મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના કર્તા હર્તા દ્વારા કરવામાં આવ્યો હતો. ઈડીએ અગાઉ તા. 9મી ઓગષ્ટના રોજ મેસર્સ જ્ઞાનરદ્ધ મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના ત્યા સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂ.1.73 કરોડના ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button