સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ કેટલાક સરકારી વિભાગો દ્વારા ભ્રષ્ટાચારને લગતા 34 ગંભીર નોન કમ્પ્લાયન્સ કેસ અલગ તારવ્યા છે. જેમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની સલાહને નરમ કરી દેવામાં આવી છે. કેટલાક કેસમાં ભ્રષ્ટ અધિકારીઓને દોષમુક્ત જાહેર કરાયા છે અથવા તો વિભાગો દ્વારા તેમની સજા ઘટાડવામાં આવી છે.
23 કેસમાં ભ્રષ્ટ અધિકારીઓને સજા કરાઈ નથી કે તેમની સજામાં ઘટાડો કરાયો છે, જે અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ જ નથી કે તેમને ઓછી સજા કરાઈ છે તેવા કુલ કેસ પૈકી 7 કેસ કોલસા મંત્રાલયના છે જ્યારે 5 કેસ ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ના છે અને 4 કેસ IDBI બેન્કનાં તેમજ 3 કેસ સ્ટીલ મંત્રાલયના અને બબ્બે કેસ વીજળી મંત્રાલય તથા NBCC ઈન્ડિયાના છે. ભ્રષ્ટ અધિકારીઓને છાવરવા સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મહત્ત્વના મંત્રાલયોના અધિકારીઓ ભ્રષ્ટ જણાયા
રિપોર્ટના જણાવ્યા મુજબ દિલ્હી જળ બોર્ડ (DJB) રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર, રેલવે મંત્રાલય, ભારતીય વિમાન પતન પ્રાધિકરણ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ સીમા શુલ્ક બોર્ડ તથા CSIR માં આવા એક એક કેસ નોંધાયા છે. સીવીસીની સલાહ માન્યા વિના જવાબદાર ભ્રષ્ટ અધિકારી સામે પગલાં નહીં લેવાનો એક કેસ સિક્યોરિટી પ્રિન્ટિંગ પ્રેસ અને મિટિંગ કોર્પોરેશનનો છે જ્યારે ECIL, નેશનલ ફર્ટિલાઇઝર, પંજાબ નેશનલ બેન્ક અને યુનાઇટેડ ઈન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના એક એક કેસ સામે આવ્યા છે. ભારત કોકિંગ કોલના એક પ્રોજેક્ટ અધિકારી, એક ચીફ મેનેજર, ત્રણ મેનેજર અને એક ડિરેક્ટર સહિતનાં અધિકારીઓને હેવી અર્થ મશીનરી ભાડેથી લેવા માટે તેનો કોન્ટ્રેક્ટ બંધ કરવા તેમજ ફરી ટેન્ડરો બહાર પાડવા અને ફરી કોન્ટ્રેક્ટ આપવાનાં મામલામાં જવાબદાર ઠરાવાયા હતા.
Source link