BUSINESS

સોનું કે શેરબજાર ? કોણ કરાવશે રોકાણકારોને ચાંદી ! જાણો વિગતવાર

સોના ચાંદી હોય કે પછી શેર બજાર, રોકાણકારોની ચાંદી કરાવવામાં ક્યાંય કચાશ બાકી રાખી નથી. ત્યારે આજે તો સેન્સેક્સે 85 હજાર અંકને પાર કરી લીધો છે. તો બીજી તરફ ગોલ્ડ હાલમાં પણ લાઇફ ટાઇમ હાઇથી 500 રૂપિયા કરતા નીચે છે. તેવામાં રોકાણકારોને બમ્પર રિટર્ન આપવામાં તો જાણે કે રેસ લાગી છે. કમાણીના મામલે બંને હાલમાં લેવલે જ ચાલી રહ્યા છે. પરંતુ સાઇડમાં એક રેસ એ પણ ચાલી રહી છે કે લખપતિ કોણ બનશે, સેન્સેક્સ કે નિફ્ટી ?

શેરબજારમાં કેટલું મળ્યું રિટર્ન ?

ચાલુ વર્ષમાં શેરબજારના અંકની વાત કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ હવે 85 હજારના આંકડાને પાર કરી ગયો છે. જો આંકડાઓ પર નજર કરીએ તો ચાલુ વર્ષમાં સેન્સેક્સમાં 12,804.59 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 72,240.26 પોઈન્ટ પર હતો, જે વધીને 85,044.85 પોઈન્ટની લાઈફ ટાઈમ હાઈ થઈ ગયો. મતલબ કે ચાલુ વર્ષમાં સેન્સેક્સે રોકાણકારોને 17.72 ટકા વળતર આપ્યું છે.

નિફ્ટીએ કેટલું આપ્યુ રિટર્ન ?

તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો પ્રમુ ઇન્ડેક્સ નિફ્ટી પણ રિટર્ન આપવામાં કંઇ કમ નથી. નિફ્ટીએ નિવેશકોને સેન્સેક્સના મુકાબલે 2 ટકા વધારે રિટર્ન આપ્યું છે. નિફ્ટી હાલમાં 26 હજારનો આંકડો પાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ચાલુ વર્ષમાં નિફ્ટીમાં 4,250.1 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે નિફ્ટી 21,731.40 પોઈન્ટ પર હતો, જે વધીને 25,981.50 પોઈન્ટની લાઈફ ટાઈમ હાઈ થઈ ગયો. તેનો અર્થ એ થયો કે નિફ્ટીએ રોકાણકારોને 19.55 ટકા વળતર આપ્યું છે.

સોના ચાંદીમાં રોકાણકારોને કેટલુ મળ્યુ રિટર્ન ?

ત્યારે હવે ગોલ્ડની વાત કરીએ તો ચાલુ વર્ષમાં દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 11,434 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે એમસીએક્સ પર સોનું રૂ. 63,203 પ્રતિ ગ્રામ હતું, જે વધીને રૂ. 74,637 પ્રતિ દસ ગ્રામ થયું છે. મતલબ કે ચાલુ વર્ષમાં સોનાએ રોકાણકારોને 18 ટકા વળતર આપ્યું છે.

ત્યારે હવે ચાંદીમાં રોકાણ કારોને કેટલું એક વર્ષમાં રિટર્ન મળ્યું છે તે વિશે વાત કરીએ તો ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 15 હજાર 888 રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે ટ્રેડિંગના છેલ્લા દિવસે ચાંદીનો ભાવ 74,440 રૂપિયે કિલો હતો જે વધીને હાલમાં 90,328 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. એટલે કે કહી શકાય કે રોકાણકારોને ચાંદીમાંથી 21.34 ટકા વળતર મળ્યું છે.

તો એક લાખ સુધી પહોંચશે સોનું ?

ત્યારે હવે સવાલ એ થાય કે શું આગામી દિવસોમાં હજી સોનાના ભાવ વધશે ખરા ? ત્યારે આ અંગે સિક્યોરિટીઝના કરન્સી કોમોડિટી હેડના જણાવ્યા મુજબ બજેટમાં સરકારે આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો પરિણામે હાલ આટલો ભાવ છે નહી તો સોનાની કિંમચ 80 હજાર રૂપિયાથી પણ વધુ હોત એટલે કે સેન્સેક્સની બરાબર જ થઇ ગઇ હોત. જો કે સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સોનાના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ છે. કારણ કે હાલમાં શેર બજારને વર્તમાન ફેડ પોલિસીનો ટેકો મળી રહ્યો છે. જો કે ભૌગિલક અને રાજકીય તણાવ દરમિયાન વિદેશી શેરબજારોમાં ઘટાડો થશે તો તેની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળશે. તેથી હવે આવનારા દિવસોમાં જોવાનું એ રહેશે કે સોનાનો ભાવ કેટલે પહોંચે છે. સાથે જ જણાવ્યું કે ભાવ એક લાખ સુધી પહોંચી શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button