NATIONAL

Delhi: દેશના એકેય ભાગને પાકિસ્તાન ના કહી શકો : સુપ્રીમ

સીજેઆઇ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણ બેન્ચે બુધવારે ઠરાવ્યું કે કોઇ પણ વ્યક્તિ ભારતના એકેય ભાગને પાકિસ્તાન ન કહી શકે કેમ કે તેમ કરવું દેશની પ્રાદેશિક અખંડિતતાની વિરુદ્ધ છે.

નોંધનીય છે કે કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ વેદવ્યાસાચાર્ય શ્રીશાનંદે તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન બેંગલુરુના એક વિસ્તારને પાકિસ્તાન કહ્યો હતો અને અન્ય એક કેસની સુનાવણી દરમિયાન એક મહિલા વકીલ વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરી હતી.

તેના પગલે 20 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટની બેન્ચે જસ્ટિસ શ્રીશાનંદના અવલોકનો સામે સુઓ મોટો નોંધ લઇ તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે જસ્ટિસ શ્રીશાનંદે તેમની વિવાદિત ટિપ્પણીઓ બદલ જાહેર માફી માગી લીધી હોવાથી બુધવારે સુપ્રીમ કોર્ટે તેમની સામેની કાનૂની કાર્યવાહી બંધ કરી હતી. સીજેઆઇ ચંદ્રચૂડે કહ્યું કે ન્યાયના હિતમાં અને ન્યાયપાલિકાની ગરિમાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

આ પ્રકારની ટિપ્પણી અંગત પક્ષપાત દર્શાવે છે

આ પ્રકારની ટિપ્પણી અંગત પક્ષપાત દર્શાવે છે. તેથી કોઇએ પણ દ્વેષપૂર્ણ ટિપ્પણી કરવાનું ટાળવું જોઇએ. અમે કોઇ ખાસ જાતિ કે સમુદાય પરની ટિપ્પણી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ. આવી ટિપ્પણી નકારાત્મક ગણી શકાય. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી. આર. ગવઇ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઋષિકેશ રોયને પણ સમાવતી બેન્ચે એમ પણ ઠરાવ્યું હતું કે આવા વિવાદોને કારણે અદાલતી કાર્યવાહીઓનું લાઇવ-સ્ટ્રીમિંગ બંધ કરવાની માગ ન થવી જોઇએ. જસ્ટિસ શ્રીશાનંદે મકાનમાલિક અને ભાડૂતના વિવાદના એક કેસમાં બેંગલુરુના એક મુસ્લિમ બહુલ વિસ્તારને પાકિસ્તાન કહ્યો હતો. અન્ય કેસમાં મહિલા વકીલ અંગે મહિલાવિરોધી ટિપ્પણી કરી હતી. તેમની આ બંને ટિપ્પણી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે કર્ણાટક હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. કર્ણાટક હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે સોમવારે સુપ્રીમ કોર્ટની બેન્ચને રિપોર્ટ સોંપ્યો હતો.

કાનૂની ટિપ્પણી અપેક્ષિત શિષ્ટાચારને અનુરૂપ હોવી જોઇએ

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે કોર્ટરૂમમાં થતી કાર્યવાહીને મોનિટર કરવામાં સોશિયલ મીડિયા મહત્વની ભૂમિકા ભજવતું હોવાથી એ સુનિશ્વિત કરવાની તત્કાળ જરૂર છે કે ન્યાયિક ટિપ્પણી કાયદાની અદાલતો પાસેથી અપેક્ષિત શિષ્ટાચારને અનુરૂપ હોય. નોંધનીય છે કે જસ્ટિસ શ્રીશાનંદ વાઇરલ વીડિયોમાં મહિલા વકીલને એમ કહેતા દેખાતા હતા કે તેઓ (મહિલા વકીલ) વિપક્ષી પાર્ટી વિશે ઘણું વધારે જાણે છે. એટલું જાણે છે કે કદાચ તેમના અન્ડરગારમેન્ટ્સનો કલર પણ જણાવી શકે છે. સિનિયર લૉયર ઇન્દિરા જયસિંહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સીજેઆઇ ચંદ્રચૂડને આ મામલે સુઓ મોટો નોંધ લેવા અપીલ કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button