GUJARAT

Surat: ત્રણ વર્ષ જૂના જીએસટી રિટર્ન ફાઇલ કરવાની સગવડ હવે બંધ

જીએસટી રીટર્ન ફાઇલ કરવામાં કેટલીક વખત વેપારીઓ ઓડાડાઇ કરતા હોય છે. જ્યારે વિભાગ દ્વારા જીએસટી નંબર રદ કરવાની નોટીસ આપે ત્યારે બાકી રહેલા જીએસટી રીટર્ન એકસાથે ફાઇલ કરી દેતા હોય છે. સાથે સાથે બોગસ બિલીંગ કરનારા મોટાભાગે જીએસટી રીટર્ન ફાઇલ કરતા નથી.
આ કારણોસર જીએસટી વિભાગે ત્રણ વર્ષ અથવા તેના કરતા વધુ જુના રીટર્ન ફાઇલ કરવાના બાકી હોય તેવા કિસ્સામાં હવેથી રીટર્ન ફાઇલ કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. તે માટેનુ અમલીકરણ જીએસટી પોર્ટલ પર કરી દેવામાં આવ્યુ છે. તેના કારણે વેપારીઓ હવેથી ત્રણ વર્ષ જુના જીએસટી રીટર્ન ફાઇલ કરી શકશે નહીં.
જોકે જીએસટી વિભાગે તો હવેથી બે રીટર્ન ફાઇલ નહીં કરનાર વેપારી ઇ વેબિલ જ બનાવી નહીં શકે તે પ્રમાણેનુ અમલીકરણ કરી તો દીધુ જ છે. જ્યારે સતત ત્રણ અથવા તેના કરતા વધુ જીએસટી રીટર્ન ફાઇલ નહીં કરનારનો જીએસટી નંબર રદ કરી દેવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ તમામ પ્રયાસો કરવા પાછળનુ કારણ એવુ પણ છે કે છેલ્લા કેટલાય સમયથી બોગસ બિલીંગના દુષણને અટકાવી શકાતી નથી. તેના લીધે સમયાંતરે આ પ્રકારના નિર્ણય કરીને બોગસ બિલીંગ કરનારાઓ સામે ગાળીયો કસવા માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. 1 જુલાઇ 2017થી જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધી વેપારીઓએ ફાઇલ કરેલા તમામ જીએસટી રીટર્ન પોર્ટલ પરથી મળી રહેતા હતા. જ્યારે હવેથી દર વર્ષના રીટર્ન ઓટોમેટીક ડીલીટ થઇ જશે. કારણ કે સાત વર્ષ જુના રીટર્ન પોર્ટલ પર મળી નહીં શકવાના કારણે વેપારીઓએ તે રીટર્ન ફરજીયાત ડાઉનલોડ કરીને રાખવા પડશે. જોકે વેપારીઓ પાસેથી જીએસટીની રકમ ઉપરાંત દંડ અને વ્યાજ સહિતની વસુલાત કરવામાં આવતી હોય તેવા સંજોગોમાં આ સુવિધા કાર્યરત રાખવામાં આવે તેવી પણ માંગણી વેપારીઓ કરી રહ્યા છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button