આજે કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે કાનપુરમાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ જોવા માટે દર્શકોની ભારે ભીડ ઉમટી હતી. ત્યારે સાથે જ કાનપુરમાં સ્ટેડિયમની બહાર હિંદુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશની ટીમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
ગ્રીન પાર્ક સ્ટેડિયમની બહાર સુરક્ષા વધારી
બાંગ્લાદેશમાં થોડા સમય પહેલા જ હિંસા ભડકી હતી. જેમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને હવે હિંદુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશની ટીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા આ વિરોધ કરનારા લોકોને રોકવામાં આવી રહ્યા છે. સાથે જ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સ્ટેડિયમની બહાર બાંગ્લાદેશી ટીમનો ઉગ્ર વિરોધ
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલ ભારતમાં છે, જ્યાં 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. ત્યારે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી હતી. તો આજે બીજી મેચ કાનપુરમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા સ્ટેડિયમની બહાર બાંગ્લાદેશી ટીમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.
ભારત-બાંગ્લાદેશ મેચમાં સ્ટેડિયમની બહાર હોબાળો
થોડા દિવસો પહેલા બાંગ્લાદેશથી હિન્દુઓ પર અત્યાચારના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ભારતમાં પણ ઘણી જગ્યાએ બાંગ્લાદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે આજે અખિલ ભારતીય હિંદુ મહાસભાના સભ્યો કાનપુર સ્ટેડિયમની બહાર બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચનો વિરોધ કરી રહ્યા હતા.
ગ્વાલિયરમાં પણ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું
કાનપુર ઉપરાંત ગ્વાલિયરમાં પણ હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ 2 ટેસ્ટની સીરિઝ બાદ 3 મેચની T-20 સીરિઝ રમશે, T-20 મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાવાની છે. હિન્દુ મહાસભાએ ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ મેચનો વિરોધ કર્યો છે અને 6 ઓક્ટોબરે ગ્વાલિયર બંધ રાખવાની જાહેરાત પણ કરી છે. જો કે, આ સમયગાળા દરમિયાન આવશ્યક વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
Source link