સોના-ચાંદીના વાયદા ભાવમાં આજે બ્રેક વાગી ગઈ છે. બંનેના વાયદા ભાવ આજે ઘટાડાની સાથે ખુલ્યા છે. આજે શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024ના રોજ સોનાનો વાયદા ભાવ 75,350 રૂપિયાની નજીક, જ્યારે ચાંદીના વાયદા ભાવ 92,400 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો બજાર ભાવ તેજીની સાથે શરૂ થયા પછી નરમ પડયો હતો. ચાંદીના વાયદા ભાવનો પ્રારંભ પણ ઘટાડાની સાથે જ થયો છે.
સોનાનો ભાવ ઘટયો
સોનાના વાયદાની શરૂઆત આજે સુસ્તી સાથે થઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો બેન્ચમાર્ક ઓક્ટોબર કોન્ટ્રાક્ટ આજે રૂપિયા 11ના ઘટાડા સાથે રૂપિયા 75,376 પર ખુલ્યો હતો. છેલ્લે આ કોન્ટ્રાક્ટ રૂપિયા 26ના ઘટાડા સાથે રૂપિયા 75,361ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
આ સમયે તે દિવસના ઉચ્ચ સ્તરે રૂપિયા 75,434 અને દિવસની નીચી સપાટી રૂપિયા 75,306 પર પહોંચ્યો હતો. સોનાના વાયદાના ભાવ આ સપ્તાહે રૂપિયા 76,000ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા.
ચાંદીના વાયદા ભાવ સરક્યા
ચાંદીના વાયદા ભાવની શરૂઆત આજે નબળી રહી હતી. એમસીએક્સ ઉપર ચાંદીનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે 335 રૂપિયાના ઘટાડાની સાથે 92,329 રૂપિયા પર ખુલ્યો હતો. જે છેલ્લે 275 રૂપિયાના ઘટાડાની સાથે 92,389 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યો હતો.
આ સમયે આને 92,460 રૂપિયાના ભાવ પર દિવસના ઉચ્ચ અને 92,225 રૂપિયાના ભાવ ઉપર દિવસન નીચલા સ્તરને સ્પર્શ કર્યો હતો. આ વર્ષે ચાંદીના વાયદા ભાવે 96,493 રૂપિયાના ભાવ પર સર્વોચ્ચ લેવલને સ્પર્શ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદી નરમ
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના વાયદા ભાવનો પ્રારંભ તેજીની સાથે થઈ, પરંતુ પછી આના ભાવ તૂટયા હતા. ચાંદીના ભાવ ઘટાડાની સાથે ખુલ્યા હતા. Comex ઉપર સોનું 2,695.10 ડોલર પ્રતિ ઔંસના ભાવ પર ખુલ્યો હતો. જે ગત ક્લોઝિંગ પ્રાઈસ 2,694.90 ડોલર પ્રતિ ઔંસ હતો. છેલ્લે આ 3.30 ડોલરના ઘટાડાની સાથે 2,691.60 પ્રતિ ઔંસનઆ ભાવે કારોબાર કરી રહ્યો હતો.
Comex ઉપર ચાંદીના વાયદા ભાવ 32.31 ડોલરના ભાવ પર ખુલ્યા, જે ગત બંધ ભાવ 32.34 ડોલર હતો. છેલ્લા આ 0.12 ડોલરના ઘટાડાની સાથે 32.22 ડોલર પ્રતિ ઔંસના ભાવ પર કારોબાર કરી રહ્યો હતો.