GUJARAT

Ahmedabad: ડૉક્ટરને શેરબજારમાં સારા નફાની લાલચ આપી ગઠિયાઓએ 3.38 લાખ પડાવ્યા

 બાપુનગરમાં શેર બજારમાં અમારી એપ્લિકેશનમાં રોકાણ કરવાથી વધુ નફો મળશે કહીને ગઠિયાઓએ ડૉક્ટર સાથે રૂ. 3.38 લાખની ઠગાઇ આચરી છે.

જેમાં આઇપીઓમાં રોકાણ કરવાથી સારો નફો મળશે કહીને રૂપિયા ભરાવડાવ્યા હતા. પરંતુ આઇપીઓ એલોટ થયાનો કોઇ મેસેજ ન આવતા ડૉક્ટરે રૂપિયા પરત માંગતા વોટ્સએપ ગ્રૂપમાંથી કાઢી નાખતા ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે ડૉક્ટરે અજાણ્યા ગઠિયાઓ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બાપુનગરમાં રહેતા જયંતીલાલ ચૌધરી રખિયાલમાં આવેલ હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં ડૉક્ટર તરીકે સેવા આપે છે. ગત 11 જુલાઇએ તેઓ ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તમે શેરમાર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો પૂછતા જ્યંતીલાલે હા પાડી હતી. બાદમાં ફોન કરનારે પોતે બ્રોકરનું કામ કરે છે અને તેમની એપ્લીકેશનમાં એકાઉન્ટ ખોલાવી રોકાણ કરશે તો સારો નફે અપાવવાની લોભામણી લાલચ આપી હતી. બાદમાં જ્યંતીલાલને વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યા હતા. જે બાદ ગઠિયાઓએ એક કટારિયા ઇન્ડસ્ટ્રીઝ કંપનીનો એક આઇપીઓ આવે છે તેમાં સારો નફે મળશે કહીને જયંતીલાલ પાસે કુલ રૂ. 3.38 લાખનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ બાદમાં આઇપીઓ એલોટ થયાનો કોઇ મેસેજ ન આવતા રૂપિયા પરત માંગતા વોટ્સએપ ગ્રૂપમાંથી કાઢી મૂક્યા હતા. જેથી તેમની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે જ્યંતીલાલે અજાણ્યા ગઠિયાઓ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button