GUJARAT

Bhavnagarનો શેત્રુંજી ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ પર મૂકાયો

ભાવનગરનો શેત્રુંજી ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ પર મૂકાયો છે.શેત્રુંજી ડેમની જળ સપાટીમાં સતત વધારો થતો જોવા મળ્યો છે.ડેમની જળ સપાટી 32 ફૂટ અને 9 ઈંચ પર પહોંચી છે.ડેમ ઓવરફલો થવામાં માત્ર 1 ફૂટ અને 1 ઈંચ બાકી છે.ડેમમાં 8117 ક્યૂસેક પાણીની આવક થઈ છે.ડેમમાં પાણીની આવક થતા તળાજા, પાલીતાણા તાલુકાના 15થી વધુ ગામોને એલર્ટ કરાયા છે.

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1 ફૂટ બાકી

શેત્રુંજી ડેમ ઓવરફલો થવામાં 1 ફૂટ બાકી છે,ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા ડેમમાં પાણીની આવક થઈ છે,સાથે સાથે અમરેલી જિલ્લામાં વરસાદ થતા તેનું પાણી પણ શેત્રુંજય ડેમમાં આવી રહ્યું છે.સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો છે.શેત્રુંજી ડેમમાં 30,300 ક્યુસેક પાણીની આવક થઈ છે.શેત્રુંજી ડેમની જળ સપાટી 31.5 ફૂટે પહોંચી છે.શેત્રુંજી ડેમ 34 ફૂટે થાય છે ઓવરફલો.

ડેમમાંથી 35,000 હેક્ટર જમીનને પિયતનો લાભ

ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાયેલી છે. કારણકે શેત્રુંજી ડેમમાંથી નહેર માટે અંદાજિત 35000 હેક્ટર જમીનને પિયતનો લાભ મળે છે જેમાં તળાજા વિસ્તારને મહત્તમ એટલે કે 65%થી વધુ જમીનને પિયતનો લાભ મળે છે.આ વર્ષે શેત્રુંજી જળાશય ઉપરવાસમાં જૂન અને જુલાઈમાં વરસાદનું પ્રમાણ ઘટતા ક્રમે રહ્યું હતું. પરંતુ સપ્ટેમ્બરમાં સારા વરસાદને લીધે ડેમની ઉપરવાસ વિસ્તારમાં આવક ધીમી ગતિએ વધતી હતી.

કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવાની શકયતાઓ છે.સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.બીજી તરફ આજથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતા રહશે.નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button