મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક યથાવત જોવા માંલઈ રહી છે. જેમાં કડાણા ડેમમાં 1 લાખ કયુસેક કરતા વધુ પાણીની આવક નોંધાઈ છે. જેને લઈને કડાણા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. મહત્વનું કહી શકાય કે, કડાણા ડેમમાંથી હાલ 75 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. સાથે જ ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમ ભયજનક સપાટી વટાવતા સિંચાઈ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શેત્રુંજી ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ પર મૂકાયો
ભાવનગરનો શેત્રુંજી ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ પર મૂકાયો છે. શેત્રુંજી ડેમની જળ સપાટીમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. ડેમની જળ સપાટી 32 ફૂટ અને 9 ઈંચ પર પહોંચી છે.ડેમ ઓવરફલો થવામાં માત્ર 1 ફૂટ અને 1 ઈંચ બાકી છે. ડેમમાં 8117 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક થતા તળાજા, પાલીતાણા તાલુકાના 15થી વધુ ગામોને એલર્ટ કરાયા છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.46 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 1,44540 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા નદીમાં કુલ 80836 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. નર્મદા ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Source link