આઈફા સેરેમનીની સાંજ સાઉથ અને બોલીવુડના ટોપના સ્ટાર્સથી શણગારેલી જોવા મળી હતી. આ ત્રણ દિવસીય કાર્યક્રમના બીજા દિવસે શાહરૂખ ખાને કરણ જોહર અને વિકી કૌશલ સાથે હોસ્ટ કર્યો હતો. આ સેરેમનીમાં ખૂબ જ મજા આવી હતી જેમાં રેખા દ્વારા મંત્રમુગ્ધ કરનાર પરફોર્મન્સનો સમાવેશ થાય છે. આ બધાની વચ્ચે વિવેક ઓબેરોયની સ્પીચ પણ વાયરલ થઈ રહી છે, જેને સાંભળીને લોકો માની રહ્યા છે કે તેને સલમાન ખાન પર નિશાન સાધ્યું છે.
વિવેક ઓબેરોય આઈફા એવોર્ડ્સના પ્રેઝેન્ટર્સમાંથી એક છે. તેને સ્ટેજ પર આવતાની સાથે જ શાહરૂખ ખાનના વખાણ કર્યા. ‘મસ્તી’ એક્ટરના શબ્દો સાંભળીને કિંગ ખાને તેનો દિલથી આભાર માન્યો અને થોડો ભાવુક પણ થઈ ગયો. પરંતુ વાતચીત દરમિયાન તેને સલમાન ખાન પર પણ નિશાન સાધ્યું, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.
સલમાન પર કાઢ્યો ગુસ્સો!
વિવેકે કહ્યું કે શાહરૂખ ખાન માત્ર સ્ક્રીન પર જ કિંગ નથી, પરંતુ તે ઓફ સ્ક્રીન પણ આવો છે. તેને કહ્યું, ‘શાહરૂખ ખાન પાસે એવો પાવર છે જેની મદદથી તે બીજાને આગળ વધવામાં મદદ કરે છે. એવા ઘણા લોકો છે જેમની પાસે ફેમ અને પાવર છે, પરંતુ તમે તેમાંથી એક છો, જેઓ પોતીના ફેમના બળે લોકોને આગળ લઈ જવાનું કામ કરે છે. વિવેક ઓબેરોયના આ શબ્દો પોતાના માટે સાંભળીને શાહરૂખ ઘણો ખુશ થયો. આ વીડિયો સામે આવ્યા પછી, ફેન્સનું માનવું છે કે વિવેકે તેનું નામ લીધા વિના સલમાન ખાન સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.
વિવેક-સલમાન જૂનો વિવાદ
તમને જણાવી દઈએ કે વર્ષ 2003માં વિવેક ઓબેરોયે એક પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાનનો ખુલાસો કર્યો હતો. તેને કહ્યું હતું કે સલમાને તેને ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબંધોને લઈને ધમકી આપી હતી. આ કોન્ફરન્સ પછી વિવેકનું કરિયર લગભગ પૂર્ણ થઈ ગયું. તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું. વિવેકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ ઘટના બાદ ઈન્ડસ્ટ્રીના કેટલાક પાવરફુલ લોકોએ તેને ધમકી આપી હતી કે ગમે તે થાય, તેને કામ આપવામાં આવશે નહીં.