ફેમસ કોમેડી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ભીડેનો રોલ પ્લે કરનાર પલક સિંધવાનીએ શો છોડવાની જાહેરાત કરી છે. તેણે લગભગ પાંચ વર્ષ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ભીડે તરીકે કામ કર્યું. તેનું આ રીતે શો છોડવું પણ ઘણા વિવાદોને જન્મ આપી રહ્યું છે. પલકે શોના મેકર્સ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.
હાલમાં જ પલકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ તેને ધમકી આપી રહ્યા છે. તેને કહ્યું કે શોના મેકર્સ પણ તેના પર દબાણ કરી રહ્યા છે કે તેણે કઈ બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે તે જણાવે. પલકનો એવો પણ આરોપ છે કે મેકર્સ તેમની પાસેથી પેમેન્ટની વિગતો પણ માંગી રહ્યા છે, જે તેને બ્રાન્ડ્સ સાથે કામ કરવા બદલ મળી છે.
મેન્ટલ હેરેસમેન્ટનો લગાવ્યો આરોપ
પલક કહે છે કે મેકર્સના આ પગલાથી તેને માનસિક ત્રાસ થયો, જેના પરિણામે તેને પેનિક એટેક આવવા લાગ્યા. લીગલ નોટિસ અને ધમકીઓનો આરોપ લગાવતા પલકે કહ્યું, “તેઓએ મને માત્ર ધમકી જ આપી નથી, પણ મેં કઈ બ્રાન્ડ સાથે કામ કર્યું છે અને તે શૂટમાંથી મેં કેટલી કમાણી કરી છે તે પણ પૂછ્યું છે.”
પલકે કહી આ વાત
પલક કહે છે, ‘હું હેરાન થઈ ગઈ અને પૂછ્યું કે શું છેલ્લા પાંચ વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી. આ બધું હવે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે હું શો છોડવા માંગુ છું. આ ખોટું અને અસહ્ય છે. ત્યાં સુધી તેમને મને કાનૂની નોટિસ મોકલી ન હતી, પરંતુ જ્યારે તેમને લાગ્યું કે હું ડરતી નથી, ત્યારે તેમને મને 20 સપ્ટેમ્બરે કાનૂની નોટિસ મોકલી હતી.
https://www.instagram.com/p/C_vLyTHM4ac/?hl=en&img_index=1
પેનિક એટેકના હુમલા આવવા લાગ્યા
પલક સિંધવાનીએ કહ્યું કે તેણે રિઝાઈન સબમિટ કરવા માટે મેકર્સ પાસેથી એક ઈમેલ આઈડી માગી હતી, પરંતુ આઈડી તેને તે દિવસે મોકલવામાં આવી હતી જ્યારે તેને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં નુકસાનની ભરપાઈ કરવા માટે નાણાંની માંગણી કરવામાં આવી હતી. તેણે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન, હું કોઈ વિવાદમાં પડી નથી, ન તો મને કોઈ લીગલ નોટિસ મળી હતી, તેથી આવી પરિસ્થિતિને કારણે મને પેનિક એટેક આવવા લાગ્યો.
પલકે કર્યા અનેક ખુલાસો
પલક કહે છે, ‘હું હજુ પણ તેમના માટે શૂટિંગ કરી રહી છું. હું ઘણી બીમારીઓથી પીડિત છું અને મેં તેમનો મેડિકલ રિપોર્ટ પણ આપ્યો છે. મેં તેમને કહ્યું કે મારી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ મને થોડા દિવસની રજા આપે, પરંતુ મને રજા આપવાને બદલે તેઓ મને 12 કલાક માટે શૂટિંગ માટે મજબૂર કરી રહ્યા છે. હું સેટ પર અટવાયેલી રહું છું અને આ કારણે હું કોઈને મળી શકતી નથી જેથી હું લીગલ નોટિસનો જવાબ આપી શકું.