GUJARAT

Vadodaraના આ વિસ્તારમાં પાણી ભરાતા 2 દિવસથી રહીશો ભૂખ્યા તરસ્યા

વડોદરા ડભોઈ રોડના 200થી વધુ મકાનોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેમાં શહેરના ડભોઈ રોડની વ્હોરાની ચાલીમાં પાણી ભરાયા છે. ચીમનલાલની ચાલીમાં હજુ પણ પાણી ભરાયેલા છે. તેમાં 200થી વધુ મકાનોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેમાં હજુ સરવે, સહાય માટે પણ કોઈ આવ્યું નથી તેમ સ્થાનિકો જણાવી રહ્યાં છે.

રાશનકાર્ડ હોય તો જ સહાય મળશે તેવું સાંભળ્યું: સ્થાનિકો

તેમજ સ્થાનિકોએ જણાવ્યું છે કે રાશનકાર્ડ હોય તો જ સહાય મળશે તેવું સાંભળ્યું છે. રાશનકાર્ડ જોઈને ઘરમાં પાણી આવે છે ? પાણી ભરાતા લોકો ચિંતામાં ઊંઘી પણ શક્યા નથી. બે દિવસથી જમવાનું પણ ન બનતા હાલત કફોડી થઇ છે. પાણી ભરાતા 2 દિવસથી રહીશો ભૂખ્યા તરસ્યા છે. રહીશોએ ઘરવખરી પણ ઊંચાઈએ ચઢાવી દીધી છે. ડભોઇ રોડની વ્હોરાની ચાલ અને ચીમન લાલની ચાલ હજુ પણ પાણીમા ગરકાવ છે. તેમાં 200થી વધુ મકાનોમાં હજુ પણ પાણી ભરાયા છે. બે દિવસથી લોકોએ પલંગ પર રાતવાસો કર્યો છે.

લોકો ચિંતામાં ઊંઘી પણ શક્યા નથી

લોકો ચિંતામાં ઊંઘી પણ શક્યા નથી. તેમજ તમામ ઘર વખરી પણ ઊંચાઈએ ચઢાવી દીધી છે. જેમાં બે દિવસથી જમવાનું પણ ન બનતા ભુખા રહેવાનો વારો સ્થાનિકોને આવ્યો છે. જેમાં હજુ સુધી સર્વે કે સહાય માટે પણ કોઈ આવ્યું નથી તેમજ રાશન કાર્ડ હોય તો જ સહાય મળશે તેમ સાંભળવા મળ્યું છે જેમાં સ્થાનિકો આ તમામ સવાલ તંત્રથી કરી રહ્યાં છે. વડોદરા શહેરમાં ફરી એકવાર પૂરના એંધાણ દેખાઈ રહ્યાં છે.વિશ્વામિત્રી નદીનું હાલનું જળ લેવલ 25 ફૂટ છે,અને નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે,નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર છે,હાલમાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે.ત્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.સાથે સાથે એનડીઆરએફની બે ટીમ વડોદરા છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી રહી છે.

બે દિવસથી ભારે વરસાદ છે વડોદરામાં

વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,નદીનું ભયજનક લેવલ 26 ફૂટની નજીક પહોંચ્યું છે.બીજી તરફ ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત છે તેમજ વડોદરાના ઈન્દીરાનગર આવાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.ત્યારે વરસાદ બંધ થશે ત્યારબાદ પાણીનું લેવલ ઓછુ થશે તેવુ મનપા માની રહી છે,ગઈકાલ સાંજથી મોડી રાત સુધી શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button