BUSINESS

Pakistan: કંગાળ પાકિસ્તાને દોઢ લાખ નોકરીઓ કરી સમાપ્ત, 6 મંત્રાલયને માર્યા તાળાં

પાડોશી દેશ એવા પાકિસ્તાન આર્થિક સંકટથી ઝઝૂમતા લોકોની સમસ્યા સતત વધતી જઈ હી છે. ભલે ને મિત્ર દેશો અને આંતરરાષ્ટ્રી નાણાં કોષે તેને મોટી આર્થિક મદદ કરી હોય પરંતુ લોકો પર આર્થિક ભાર વધી રહ્યો છે. એકવાર ફરી પાકિસ્તાને આઈએમએફના બેલાઉટ પેકેજનો હપ્તો લેવા તેની આકરી શરતોને માનવા માટે ઘણા આકરાં નિર્ણયો લીધા છે. આના લીધે પાકિસ્તાન સરકારે દોઢ લાખ નોરકીઓ સમાપ્ત કરી દીધી છે. 

IMFની શરતોને કારણે પાકિસ્તાનમાં હોબાળો

પાકિસ્તાન સરકાર તેની નબળી આર્થિક સ્થિતિને સુધારવા માટે ઘણા પગલાં લીધાં, પરંતુ આ બધાએ દેશના લોકો પર ભારે ભાર મૂક્યો છે. વર્લ્ડ બેંકથી લઈને એડીબી સુધી, ગરીબ પાકિસ્તાને મદદ માટે અપીલ કરી હતી, પરંતુ તે સાંભળવામાં આવી ન હતી, જો કે, ઘણી વિનંતીઓ પછી, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ કેટલીક શરતો સાથે પાકિસ્તાનને આર્થિક સહાય આપવાનું શરૂ કર્યું અને હવે બેલઆઉટ પેકેજ આગામી હપ્તા માટે એવી શરતો લાદવામાં આવી હતી કે લોકોમાં આક્રોશ ફેલાયો છે.


એક જ ઝાટકે દોઢ લાખ લોકો બેરોજગાર

પાકિસ્તાનમાં ટોચ ઉપર પહોંચેલી સ્થિતિને લીધે આર્થિક સંકટમાં મદદ કરવા માટે, એ પાકિસ્તાનને બેલઆઉટ પેકેજનો હપ્તો જાહેર કરતા પહેલા ઘણી શરતો લાદી હતી અને શાહબાઝ સરકાર પાસે તેમને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આઈએમએફની નવી શરતોને સ્વીકારીને પાકિસ્તાન સરકારે લીધેલો સૌથી મોટો નિર્ણય એ છે કે એક જ ઝટકામાં દેશમાં આશરે 1.5 લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે. જે લોકો પહેલાથી જ મોંઘવારીથી પીડિત હતા તેઓને ખોરાક અને પાણીની જરૂર હતી, હવે તેમની કમાણી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે.

છ મંત્રાલયને તાળાં મારી દીધા

પાકિસ્તાન સરકારે લાખો નોકરીઓ જ નહીં પણ છ મંત્રાલયને તાળાં મારી દીધા છે. એટલું જ નહિબે મંત્રાલયને પરસ્પર મર્જર કરી દીધા છે. આ તમામ શરતો આઈએમએફની તરફથી આગામી હપ્તો રિલીઝ કરવા માટે આવા પગલાં લેવા પડયા છે. આનાથી સૌથી વધુ સમસ્યા પાકિસ્તાનની જનતાને થઈ રહી છે. પાકિસ્તાને આ પગલાંથી આઈએમએફ તરફથી સાત અબજ ડોલરની મદદ મળશે. એક અબજ ડોલરનો હપ્તો ચુકવી પણ દીધો છે. મળતી માહિતી અનુસાર, શાહબાઝ શરકારે વહીવટી ખર્ચ પર કાપ મૂકવા મોટા પગલાં લીધા છે. જે આઈએમએફની નક્કી શરતો હેઠળ છે. 

પાકિસ્તાનમાં ટેક્સ વધારવાની તૈયારીઓ

આઈએમએફના દબાણથી પાકિસ્તાન સરકારે તેની ઘણી માંગો માની છે અને આગામી પગલું ટેક્સ ટુ જીડીપી રેશિયો વધારવા તરફ છે. પાકિસ્તાન હવે ખેતીવાડી અને રિયલ એસ્ટેટ સેકટર પર મોટો ટેક્સ લગાડવાની વેતરણમાં છે. આ ઉપરાંત સબસિડીમાં કાપ મૂકવાનો નિર્ણય પણ લઈ શકે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે મોંઘવારીનો માર સહન કરતી જનતાને ટેક્સનો વધારાનો ભાર વેઢારવાના દિવસો આવવાના નક્કી છે. પાકિસ્તાનના નાણાંમંત્રી મોહમ્મદ ઔરંગજેબે પણ કહ્યું છે કે, આઈએમએફની સાથે એક રાહત પેકેજને અંતિમ ઓપ અપાયો છે જે પાકિસ્તાનનું છેલ્લું પેકેજ હશે. અમે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા આઈએમએફની તમામ માંગણી માની લીધી છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button