BUSINESS

Knowledge: 4G કે 5G? કઇ સર્વિસ તમારા વિસ્તારમાં બેસ્ટ, જણાવશે ટેલિકોમ કંપનીઓ

દર મહિને વિવિધ સેક્ટરમાં નિયમો બદલાય છે. ત્યારે પીપીએફ ખાતાની વાત હોય કે પછી બેંકના કોઇ નિયમની. ત્યારે હવે 1 ઑક્ટોબરના રોજ ટેલિકોમ સેક્ટરમાં કેટલાક ફેરફારો થવા જોઇ રહ્યા છે..આ ફેરફારથી ગ્રાહકોને લાભ થશે અને કંપનીઓને ગુણવત્તા સુધારવાની તક મળશે. આ નિયમની વાત કરીએ તો ગ્રાહકો માટે તેમના વિસ્તારમાં કઈ મોબાઈલ સેવા – 2G, 3G, 4G કે 5G ઉપલબ્ધ છે તે જાણવું સરળ બનશે.

ટેલિકોમ કંપનીઓ માટે નવો નિયમ

1 ઓક્ટોબરથી ટેલિકોમ કંપનીઓ માટે નવો નિયમ આવી રહ્યો છે. જે મુજબ તેઓએ ફરજિયાત માહિતી શેર કરવી પડશે કે જેમાં લખેલુ હશે કે કયા વિસ્તારમાં કયુ નેટવર્ક ઉપલબ્ધ છે. જેમ કે 2G, 3G, 4G કે 5G. આ બાબતે કંપનીએ તેની વેબસાઇટ્સ પર માહિતી દર્શાવવી પડશે. જેથી ગ્રાહકો તેમની જરૂરિયાતો અનુસાર યોગ્ય સેવા પસંદ કરી શકે.

ઘણી વખત એક જ કંપની શહેરમાં 5G સેવા પ્રદાન કરી શકે છે તો નાના શહેરમાં તે 2જી સેવા જ આપી રહી હશે. ટેલિકોમ કંપનીઓ હવે અનિવાર્ય રૂપથી પોતાની સેવાની ગુણવત્તાથી જોડાયેલા કેટલાક માનાંકોની જાણકારી પોતાની વેબસાઇટ પર આપશે. હાલ ટેલિકોમ કંપનીઓની તરફથી સાર્વજનિક રૂપથી આવી કોઇ જાણકારી આપવામાં આવતી નથી.

આ ફેરફારો 1 ઓક્ટોબરથી થશે

1 ઑક્ટોબરથી સંચાર માટે માત્ર સુરક્ષિત URL અને OTP લિંક્સ ધરાવતા મેસેજ જ મોકલી શકાશે. આ ઉપરાંત TRAI એ તેમના મોનિટરિંગને સરળ બનાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં 140 સિરીઝથી શરૂ થતા તમામ ટેલિમાર્કેટિંગ કૉલ્સને ડિજિટલ લેજર પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરવાનો આદેશ આપ્યો છે. જેથી તેની દેખરેખ સરળ બને.

ટેલિકોમ કંપનીઓ માટે નવા નિયમો મહત્વપૂર્ણ સાબિત થશે. આ નિયમને લીધે ગ્રાહક જોઇ શકશે કે તેના વિસ્તારમાં કઈ સેવા ઉપલબ્ધ છે અને કઈ કંપનીની સેવાની ગુણવત્તા વધુ સારી છે. આમ કરવાથી ગ્રાહકોને માત્ર સાચી માહિતી જ નહીં મળે, પરંતુ ટેલિકોમ કંપનીઓને તેમના નેટવર્કને સુધારવાની અને ગ્રાહકોને વધુ પ્રતિભાવશીલ બનવાની તક પણ મળશે.

ઓનલાઈન સેવાઓ સુધારવા માટે સૂચનાઓ

ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓને તેમની ઓનલાઈન સેવાઓ સુધારવા માટે કહ્યું છે. આ નિર્દેશ હેઠળ મોબાઈલ ટેલિફોન સર્વિસીસ રૂલ્સ 2009, વાયરલેસ ડેટા ક્વોલિટી રૂલ્સ 2012 અને બ્રોડબેન્ડ સર્વિસ રૂલ્સ 2006ને એકસાથે લાવવામાં આવ્યા છે. આ નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button