જૂનાગઢના સાબલપુર દોલતપરા વિસ્તારમાં સીંગદાણાના વેપારી સાથે રૂપિયા 11 લાખની છેતરપિંડી કરનાર એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે અને અન્ય શખ્સ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોતે ખેતીના પાકની દલાલી કરી છે, તેનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું
જૂનાગઢના ટીબાડ વિસ્તારમાં રહેતા અને સાબલપુર દોલતપરા વિસ્તારમાં સિંગદાણાનો વેપાર કરતાં લલીતભાઈ વિરોજાની દુકાને ગત તારીખ 21 જૂન 2023ના રોજ ભાનુ બ્રોકર્સના પ્રોપરાઈટર રાકેશભાઈ કાર્ય નામના વ્યક્તિ આવ્યા હતા અને તેઓ પોતે સિંગદાણા તેમજ અન્ય ખેતીના પાકોની દલાલી કરી રહ્યા છે તેવું જણાવી વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને પોતાની પાસે ઘણા બધા સારા છૂટક વેપારીઓ છે તેમ કહી સિંગદાણા તથા અન્ય કઠોળ બિયારણનો વેપાર કરે છે અને માલ ખરીદી તેનું પેમેન્ટ એક અઠવાડિયામાં મળી જાય છે.
છૂટક વેપારી વિક્રમ ઓડેદરા સાથે તેમણે ટેલીફોનિક વાતચીત કરાવી
તે માટે વાયદા મુજબનું પેમેન્ટ ન આવે તો પેમેન્ટની જવાબદારી તેમની રહેશે તેવું જણાવી અને વેપારી લલીતભાઈ વિરોજાને વિશ્વાસમાં લીધા હતા અને પોરબંદરના રાણાવાવ તાલુકાના જાંબુ ગામના છૂટક વેપારી વિક્રમ ઓડેદરા સાથે તેમણે ટેલીફોનિક વાતચીત કરાવી હતી.
પાકા બીલમાં નહીં પરંતુ કાચા બિલમાં સિંગદાણાની ખરીદી કરી
ટેલીફોનિક વાત કરીને વિક્રમ ઓડેદરા તેમજ રમેશ કાર્યએ 10 ટન સિંગદાણા બિયારણ માટે ખરીદી કર્યા હતા, જેનું પેમેન્ટ રૂપિયા 11,00,000 થતું હતું અને તેના માટે પાકા બીલમાં નહીં પરંતુ કાચા બિલમાં સિંગદાણા ખરીદ કરશે તેવું જણાવીને માલ મગાવ્યો હતો અને એક અઠવાડિયામાં પેમેન્ટ મળી જશે તેવી હૈયાધારણા પણ આપવામાં આવી હતી.
વેપારીએ 2 શખ્સ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
9,995 કિલો સિંગદાણા ખરીદ કર્યા બાદ તેની રકમ રૂપિયા 11,00,000 ચૂકવવાની થતી હતી. પરંતુ વાયદા મુજબ રૂપિયા 11 લાખનું પેમેન્ટ નહીં આપતા લલીતભાઈ વિરોજાએ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે રાકેશ કાર્યની ધરપકડ કરી હતી. જુનાગઢ પોલીસે આરોપી પાસે રૂપિયા સાડા પાંચ લાખનો મુદ્દામાલ પણ કર્યો છે અને જે શખ્સ ફરાર થઈ ગયો છે તે વિક્રમ ઓડેદરાની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Source link