પિૃમ બંગાળના બહુચર્ચિત આરજી કર મેડિકલ કોલેજ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટ દ્વારા વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે અવલોકન કર્યું હતું કે આ કેસમાં કામગીરીનો કોઇપણ હિસ્સો 50 ટકા પુર્ણ થયો નથી. તેમણે પિૃમ બંગાળ સરકારને નીશાન બનાવતાં જણાવ્યું હતું કે આટલું બધું ધીમું કામ કેમ છે?
સીજેઆઈએ ઉમેર્યું હતું કે રાજ્યે આશ્વાસન આપ્યું છે કે 15 ઓક્ટોબર સુધીમાં તમામ કામ પુર્ણ કરવાનો પ્રયાસ કરશે. જે લોકો સામે દુષ્કર્મના ગંભીર આરોપો છે તેઓ કોલેજના વિવિધ પદ પર બેઠેલા છે ત્યારે ડોક્ટરોનું કહેવું હતું કે આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઇએ અથવા તો રજા પર ઊતારી દેવા જોઇએ.
આ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવાની બાબત છે. તેના જવાબમાં રાજ્યના વકીલે જણાવ્યું હતું કે સીબીઆઈ આવવ્યક્તિની જાણકારી શેર કરશે તો સરકાર કાયદા અનુસાર કાર્યવાહી કરશે.
Source link