ફ્રાન્સના 2018 વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલ સ્ટાર એન્ટોની ગ્રિઝમાને ઇન્ટરનેશનલ સ્તરેથી નિવૃત્તિ લીધી છે. 33 વર્ષીય ગ્રિઝમાન 10 વર્ષ સુધી ફ્રાન્સની નેશનલ ટીમ માટે રમ્યો હતો. એટ્લેટિકો મેડ્રિડના ફોરવર્ડ ખેલાડી ગ્રિઝમાને 2014ના માર્ચમાં ફ્રાન્સ માટે ડેબ્યૂ કર્યો હતો અને તેણે 137 મેચો રમી હતી.
ફ્રાન્સ તરફથી હાઇએસ્ટ ઇન્ટરનેશનલ મેચો રમવાના મામલે હ્યુગો લોરિસ (145) અને 1998નો વર્લ્ડ કપ વિજેતા લિલિયન થુરામ (142) ગ્રિઝમાનથી આગળ છે. ફ્રાન્સ તરફતી ઓલ ટાઇમ હાઇએસ્ટ ગોલ સ્કોરરની યાદીમાં તે 44 ગોલ સાથે ચોથા ક્રમે છે. ઓલિવર ગિરોડ, થિયેરી હેનરી તથા વર્તમાન સુકાની કિલિયન મબાપે તેની આગળ છે. મોસ્કો ખાતે 2018માં રમાયેલા ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સે ક્રોએશિયાને 4-2થી હરાવ્યું હતું જેમાં ગ્રિઝમાનનું યોગદાન મહત્ત્વપૂર્ણ બન્યું હતું. તેણે 2016ના યૂરો કપની ફાઇનલમાં ફ્રાન્સને ફાઇનલ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
Source link