આવકવેરા વિભાગની કાર્યવાહીમાં ચોંકવાનારી વિગત બહાર આવી છે. બેંકો અને એનબીએફસી એજન્ટ્સની મદદ મેળવી લોનનો બિઝનેસ વધારવા વ્યાપાક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચલાવે છે.
આ ભ્રષ્ટાચાર લાંચ અને કમિશન પેટે હોય છે. એજન્ટો બેંકો અને એનબીએફસીને ગ્રાહકો પૂરા પાડી સામે જંગી રકમ કમિશન તરીકે મેળવે છે. આવા એજન્ટ્સ પણ બેંકો, એનબીએફસીના અધિકારીઓને લોન માટે તગડી રકમની લાંચ ચૂકવ છે. જેની પર બિન્દાસ્ત રીતે કરચોરી આચરવામાં આવે છે. આવકવેરા વિભાગને હવે શંકા છે કે, ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં અને વીમા કંપનીઓના કિસ્સામાં પણ આ પ્રકારની ચૂકવણી કરવામાં આવે છે. લોન એજન્ટ જે મુખ્ય રૂપે કમિશનના માધ્યમથી વાર્ષિક ધોરણે રૂ.એક હજારની આવક પ્રાપ્ત કરે છે. આ રકમ પર ટેક્સ ચૂકવવો ન પડે માટે તેની પર અસામાન્ય રીતે ઊંચો ખર્ચ બતાવવામાં આવતો છે. આ રકમને બિનવેતન ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. જેથી ટેક્સ પેટે ચૂકવવાપાત્ર થતી રકમમાં વધારો ન થાય. સામાન્ય રીતે કર્મચારીઓને પગાર અને ભથ્થાં લોન એજન્ટના ખર્ચનો એક મોટો ભાગ હોય છે. કેટલાક કેસોમાં લોનના મૂલ્યના 2.5 ટકા કમિશનની આવક પેટે હોય છે.
હૈદરાબાદમાં નોન બેકિંગ ફાઈનાન્સિયલ કંપની (એનબીએફસી) અને ખાનગી બેંકોની લોન માટે ડાયરેક્ટ સેલિંગ એજન્ટ (ડીએસએ) પર ઈન્કમ ટેક્સના દરોડાઓએ બેંક અને કંપનીના અધિકારીઓને અપાયેલ સંદિગ્ધ લાંચનો પર્દાફાશ કર્યો છે. જેના પગલે આ ઈન્ડસ્ટ્રીની કાર્યશૈલી સામે રાષ્ટ્રવ્યાપી તપાસની માંગ ઉઠી છે. દરોડાની આ કાર્યવાહીએ રેડ એલર્ટની સ્થિતિ પેદા કરી દીધી છે. જ્યારે એનબીએફસી અને ખાનગી બેંકોનો બિઝનેસ પૂરબહારમાં ખીલે છે ત્યારે લોન ડિસ્કાઉન્ટનું પ્રમાણ સાવ તળિયે હોય છે અને જ્યારે બિઝનેસ મંથર ગતિએ હોય છે ત્યારે ડિસ્કાઉન્ટનું પ્રમાણ ઊંચું હોય છે. આવા સમયે એજન્ટ્સના માર્જિનમાં વધારો થઈ જાય છે. જેનો એક ભાગ બેંકો અથવા એનબીએફસી અધિકારીઓને આપવામાં આવે છે. લાંચની કેટલીક રકમ રોકડમાં આપવામાં આવે છે. જેથી નિયમનકારી અસુવિધામાં વધારો થયો છે. સરવાળે ગ્રાહકોનું જ હિત જોખમાય છે. જે ચિંતાજનક બાબત છે. આ મામલે રહેલી વધુ ગેરરિતી બહાર લાવવા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બેંક અને એનબીએફસી બિઝનેસને વધારવા માટે ડીએસએના નેટવર્ક પર નિર્ભર રહે છે. જેમને કમિશન ચૂકવવામાં આવે છે. લેન્ડર્સ નોંધપાત્ર પ્રમાણમાં લોન આપી રહ્યાં છે. પછી ભલે તે લોન ઓટો, હોમ કે અન્ય પ્રકારની હોય. જેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ને પણ ચિંતા થઈ રહી છે. આરબીઆઈએ તાજેતરમાં ભરેલાં નિયમનકારી પગલાંને કારણે આ અંગેની ગતિ ધીમી પડી છે. પણ કેટલીક રિટેલ લોન જરૂરી જામીનગીરી વિના જ ફાળવી દેવામાં આવે છે.
આઈટી વિભાગની ગેરરીતિ સામેની કાર્યવાહી
આ ગેરરીતિથી લોન એજન્ટને વાર્ષિક ધોરણે રૂ.એક હજાર કરોડની આવક પ્રાપ્ત થાય છે, જે મુખ્ય રીતે કમિશનના માધ્યમથી હોય છે, જેની પર કર ચૂકવવો ન પડે માટે કથિત રીતે આ આવક પર અસામન્ય રીતે ઉંચો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. જેની ખાતરી માટે આ રકમને બિન વેતન ખર્ચ તરીકે દર્શાવવામાં આવી હતી.
જેના પગલે આવકવેરા વિભાગનું ધ્યાન આ ગેરરીતિ તરફ આકર્ષિત થયું હતું.બેંકો અને એનબીએફસી લોનના બિઝનેસને વધારવા માટે ડાયરેક્ટ સેલિંગ એજન્ટ પર નિર્ભર રહે છે, જેમને કમિશન ચૂકવવામાં આવે છે
Source link