CM ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદા ડેમના વધામણાં કર્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 100 ટકા ભરાઈ ગયો હતો અને તેને લઈને આજે મુખ્યપ્રધાન દ્વારા નર્મદા ડેમના વધામણાં કરવામાં આવ્યા છે.
સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર 100 ટકા ભરાયો
ત્યારે ડેમ 100 ટકા ભરાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે. આ સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર 100 ટકા ભરાયો છે અને વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉપરવાસમાંથી પાણીની આવક 51,777 ક્યુસેક થઈ છે અને નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા નદીમાં પાણીની જાવક 50,847 ક્યુસેક છે. હાલમાં નર્મદા ડેમનો 1 દરવાજો 1 મીટર ખોલવામાં આવ્યો છે.
12.39 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નર્મદાના વધામણાં કરવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે આજે બપોરે 12.39 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નર્મદાના વધામણાં કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 11.45 વાગ્યે કેવડિયા હેલિપેડ પહોંચ્યા હતા અને ત્યારબાદ સરદાર સરોવર નર્મદા ડેમ પર બાય રોડ આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નર્મદા ડેમના વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે.
બ્રાહ્મણો દ્વારા તમામ વિધિ સાથે મા નર્મદાના વધામણાં કરાયા
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણાં કરવા માટે આવ્યા તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી અને નર્મદાના વધામણાંના બેનરો પણ લગાવી દેવામાં આવ્યા હતા. કેવડિયાના બ્રાહ્મણો દ્વારા તમામ વિધિ સાથે મા નર્મદાના વધામણાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરવામાં આવ્યા છે. જોકે આ વધામણાં બાદ નર્મદા ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે અને નર્મદા નદી બે કાંઠે થવાના કારણે ભરૂચ, નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદાના નવા નીરના વધામણાં કર્યા બાદ મુખ્યપ્રધાન પટેલે સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી અને તમામ સમીક્ષા પણ કરી હતી. આ સાથે જ અધિકારીઓ સાથે પણ મુલાકાત લઈને કામગીરી અંગે માહિતી મેળવી હતી.
Source link