SPORTS

વિરાટ કોહલીએ આ સ્ટાર ખેલાડીને આપી સ્પેશ્યલ ગિફ્ટ, ટુંક સમયમાં લેશે નિવૃત્તિ!

કાનપુરમાં રમાયેલી સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચ બાદ વિરાટ કોહલીએ પોતાનું સન્માન દર્શાવતા બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને એક બેટ ભેટમાં આપ્યું, જેના પર તેણે પોતાના હસ્તાક્ષર પણ કર્યા. શાકિબે તેની કારકિર્દીમાં 14,000 થી વધુ રન અને 700 થી વધુ વિકેટ પણ લીધી છે.

શાકિબ અલ હસને નિવૃત્તિની કરી હતી જાહેરાત

કાનપુર ટેસ્ટની શરૂઆત પહેલા શાકિબ અલ હસને કહ્યું હતું કે જો સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે તેની પસંદગી નહીં થાય તો ભારત સામે રમાનારી બીજી ટેસ્ટ મેચ લાંબા ફોર્મેટમાં તેની છેલ્લી મેચ હશે. ભારતની જીત બાદ મેચ પોસ્ટ પ્રેઝન્ટેશન થઈ રહ્યું હતું, જ્યારે વિરાટ કોહલી શાકિબ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કોહલીએ શાકિબને પોતાનું બેટ ગિફ્ટ કર્યું હતું. શાકિબની વાત કરીએ તો તેણે ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની પણ જાહેરાત કરી હતી.

શાકિબની વિવાદાસ્પદ રિટાયરમેન્ટ સ્પિચ

શાકિબ અલ હસન થોડા મહિના પહેલા બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારમાં સાંસદ હતા. જે બાદ તેના પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન રૂબેલ નામની વ્યક્તિની હત્યાનો પણ આરોપ છે. આવી સ્થિતિમાં કાનપુર ટેસ્ટ મેચ પહેલા શાકિબે કહ્યું હતું કે, “હું દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં રમવા માટે ઉત્સુક છું, પરંતુ આ દિવસોમાં બાંગ્લાદેશમાં ઘણું બધું થઈ રહ્યું છે, તેથી આ સમયે વસ્તુઓ મારા હાથમાં નથી.” શાકિબે બીસીબીને સ્પષ્ટ કરી દીધું છે કે તે તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ મીરપુરમાં રમવા માંગે છે, પરંતુ બાંગ્લાદેશ પરત ફર્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે કે તે આફ્રિકા સામેની સિરીઝ રમશે કે નહીં.

વિરાટ કોહલીએ આકાશદીપને પણ આપ્યું હતું બેટ

સિરીઝની બીજી મેચની શરૂઆત પહેલા વિરાટ કોહલીએ પોતાના સાથી ખેલાડી આકાશદીપને બેટ પણ ભેટમાં આપ્યું હતું. તમને યાદ અપાવી દઈએ કે આકાશદીપે પહેલી ટેસ્ટમાં ખૂબ જ સારી ટેકનિક સાથે બેટિંગ કરતા 17 રન બનાવ્યા હતા અને કોહલી પણ તેની બેટિંગ સ્ટાઇલથી ઘણો પ્રભાવિત થયો છે. બીજી ટેસ્ટ મેચમાં તેણે કોહલીના પોતાના બેટથી બે લાંબી સિક્સર ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button