NATIONAL

ઓનલાઇન ગેમની લત પડી ભારે! 7 લાખના ઘરેણા ચોર્યા પછી…પત્નીએ જે કર્યુ

અત્યારે ઓનલાઇનનો જમાનો છે. પછી તે કંઇ વસ્તુની ખરીદીની વાત હોય કે પછી રજિસ્ટ્રેશનની. અત્યારે નાના બાળકોથી લઇને મોટા સૌ કોઇ મોબાઇલથી એટલા કનેક્ટેડ છે કે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી તદ્દન અજાણ હોય છે. અત્યારે તો લોકો ઓનલાઇન ગેમ રમવા પાછળ એટલા ગાંડા થઇ જાય છે કે તેમનુ ઘર આખુ ખાલી થઇ જાય છે પણ આ લત છૂટતી નથી. ત્યારે આવુ જ એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓનલાઇન ગેમિંગના કારણે વ્યક્તિ ચોર બની ગયો.

શો રૂમમાંથી ઘરેણાની ચોરી કરી 

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં જ્વેલરીના શોરૂમમાં કામ કરતા એક સેલ્સમેનને ઓનલાઈન ગેમ્સનો એટલી લત લાગી કે તેણે શોરૂમમાંથી સાત લાખની જ્વેલરીની ચોરી કરી લીધી. આ ઘરેણાને ગીરવે રાખીને તે ઓનલાઇન ગેમ રમ્યો. . પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલાનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અગાઉ પણ શોરૂમમાંથી ઘરેણાંની ચોરી કરી હતી.

સેલ્સમેન આ રીતે બન્યો ચોર 

જ્યારે આરોપી સેલ્સમેન પ્રદીપ ડોંગરેએ 26 સપ્ટેમ્બરે મોડી રાત સુધી શોરૂમમાંથી ઘરે પહોંચ્યો ન હતો. આથી પતિ ઘરે ન આવતા કે તેનો કોઇ પત્તો ન મળતા પત્નીએ કોતવાલી પહોંચીને પતિ ગાયબ હોવાની ફરિયાદ નોઁધાવી હતી. જે બાબતે પોલીસે શો રૂમ સંચાલક સાથે પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે પ્રદીપ ડોંગરે શૉ રૂમમાં આવ્યો જ ન હતો. જે બાદ પોલીસે સચિનની જવાબદારીમાં આવતા શો રૂમના કાઉન્ટરની તપાસ કરી તો તેમાં સોનાની બંગડીઓ, સોનાના સિક્કા અને પેન્ડન્ટ ઓછા મળી આવ્યા. જે પરથી પોલીસને પ્રદિપ પર શંકા ગઇ અને તેને શોધવા માટે સાયબર ટીમની મદદ લીધી હતી. .

આ રીતે ઝડપાયો આરોપી

પોલીસે સાયબર ટીમની મદદથી આરોપીનું લોકેશન શોધી કાઢ્યું અને 30 સપ્ટેમ્બરે તેને ભારત દેવ પાર્કમાંથી આરોપી સેલ્સમેનને પકડી પાડ્યો. આરોપી યુવકે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે ઓનલાઈન ગેમના કારણે તેણે શોરૂમમાંથી જ્વેલરીની ચોરી કરી હતી અને ખાનગી લોન કંપનીમાં ગીરવે મુકીને આ ગેમ રમી હતી. આ પછ પોલીસે આરોપીના કહેવા પર તમામ સામાન જપ્ત કર્યો અને આરોપીની ધરપકડ કરી હતી.

શું છે સમગ્ર મામલો?

પોલીસના જણાવ્યા અનુસાર યુવક છેલ્લા દોઢ મહિનાથી ઓનલાઈન ગેમિંગનો વ્યસની હતો. થોડા દિવસ ગેમ રમતા જ્યારે તેને થોડો નફો થવા લાગ્યો તો તે વધુ કમાણી કરવા માટે ચોરીનો માર્ગ અપનાવ્યો. તેણે જ્યાં કામ કરતો હતો તે શોરૂમમાંથી ઘરેણાંની ચોરી કરી અને તેને ગીરવે મૂકીને પૈસા લીધા. આ પછી જ્યારે તેને નફો થયો, ત્યારે તેણે ગીરવે રાખેલા દાગીનાને છોડાવી લીધા, પરંતુ તે પછી તેને ફરીથી ઓનલાઈન ગેમ્સની લતને કારણે પૈસા ગુમાવવાનું શરૂ કર્યું, પછી તેણે શોરૂમમાંથી ચોરી કરવાનું શરૂ કર્યું અને દાગીના પડાવી લીધા.

પોલીસ અધિક્ષક એસપી મનીષ ખત્રીએ જણાવ્યું કે, આરોપીઓ પાસેથી પાંચ સોનાની બંગડીઓ, બે સોનાની ચેન, એક સોનાની વીંટી, એક સોનાનું પેન્ડન્ટ, એક સોનાનો સિક્કો જપ્ત કરવામાં આવ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button