GUJARAT

Ranpur દબાણ હટાવવામાં વહાલાં-દવલાંની નીતિ અપનાવતા ઊહાપોહ

રાણપુર પોલીસ સ્ટેશન થી લઈને રાણપુર તાલુકા પંચાયત સુધીના હનુમાનજી મંદિર તથા અન્ય મંદિર સહિત બહાર કાઢેલા પતરાના શેડ ઓટા પાકી દુકાનો આશરે 50 વર્ષ જૂનું બસ સ્ટેન્ડ કેબીનો હટાવી દેવામાં આવ્યા છે

નાના મોટા ધંધા કરી પોતાનું પેટ નું ગુજરાન ચલાવતા દબાણકર્તાઓ તો હાલ બેરોજગાર થઈ ગયેલ છે આ દબાણ દૂર કરાયા બાદ પ્રાંત અધિકારીએ જણાવેલ છે કે બીજા તબક્કા વાર દબાણ દૂર કરાશે પણ દબાણકર્તાઓ હાલ કહી રહ્યા છે કે અણીયાળી કસ્બાતી રોડ તાલુકા પંચાયત થી માર્કેટિંગ યાર્ડ સુધી રાણપુર લીમડી ત્રણ રસ્તા થી પોલીસ સ્ટેશન સુધીના તથા પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી કે જ્યાં વચ્ચે પી ડબ્લ્યુ ડી ની કચેરી પણ આવેલી છે તે રોડ પર પણ અઢળક દબાણો છે તે ક્યારે દૂર કરાશે ? તેવો દબાણકર્તાઓ પ્રશ્ન પૂછી રહ્યા છે કે સરકારી તંત્ર એક ને ગોળ અને એક ને ખોળ એવી હરકતો નહીં કરે ને ? એવું હાલ તો ચર્ચા રહ્યું છે. આ અંગે બરવાળા પ્રાંત અધિકારી એસ વી ચૌધરી સાથે વાત કરતા જણાવેલ છે કે હાલ મુખ્ય રોડ પર ના દબાણો દૂર કરાયા છે તબક્કાવાર દરેક દબાણો દૂર કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button