GUJARAT

Indiaમાં સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગુગલે હાથ મિલાવ્યા

અદાણી ગ્રુપ અને ગુગલે ભારતમાં આવેલી ગ્રીડમાં વધુ સ્વચ્છ ઉર્જા ઉમેરવા અને કંપનીઓની સામૂહિક સ્થિરતાના લક્ષ્યોને આગળ વધારવાના હેતુથી બન્નેએ સહયોગ સાધ્યો હોવાની આજે જાહેરાત કરી છે આ ભાગીદારી મારફત અદાણી ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં સ્થિત નવા સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઉર્જા સપ્લાય કરશે.

અદાણી સારી રીતે સજ્જ

આ નવો પ્રોજેક્ટ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાપારી ધોરણે કામગીરી શરૂ કરે તેવી સંભાવના છે.​મોટા પાયે પવન, સૌર, હાઇબ્રિડ અને ઉર્જા સંગ્રહ પ્રકલ્પોના કામકાજ માટે કંપનીની પુરવાર થયેલી ક્ષમતાઓ સાથે વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકોને તેઓની ઉર્જાની જરુરિયાતોને પહોંચી વળવા સાથે આ ગ્રાહકોની કાર્બનની ફુટપ્રિન્ટને ઘટાડવા માટે જરુરી સેવાઓ પૂરી પાડવા અદાણી સારી રીતે સજ્જ છે.

ભારતમાં ટકાઉ વિકાસમાં યોગદાન આપશે

​આગળ જતાં ઉદ્યોગોને ડીકાર્બનાઇઝ કરવામાં સહાયરુપ થવા અદાણી મર્ચન્ટ અને C&I ક્ષેત્રો ઉપર વધુ લક્ષ્ય આપવા યોજના ધરાવે છે.​આ નૂતન સહયોગ ભારતમાં ક્લાઉડ સેવાઓ અને કામગીરીને સ્વચ્છ ઉર્જા દ્વારા સમર્થિત છે તેની ખાતરી કરવા સાથે ગુગલના અવિરત કાર્બન-મુક્ત ઉર્જાના ધ્યેયને આગળ વધારવામાં મદદ કરશે અને આમ ગુગલના ભારતમાં ટકાઉ વિકાસમાં યોગદાન આપશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button