NATIONAL

Maharashtra: સીટ શેરિંગને લઇને મહાયુતિમાં સહમતિ! જાણો BJP કેટલી બેઠક પર લડશે?

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે એનડીએ બહુ જલ્દી સીટ વહેંચણીનું એલાન કરી શકે છે. આ માટે મહાયુતિની અનેક વખત સીટ વહેંચણીને લઇને વાતચીત પણ થઇ છે. મળતી માહિતી અનુસાર ગઠબંધનમાં કઇ પાર્ટી કેટલી બેઠક પર ચૂંટણી લડશે તેની બહુ જલ્જદી જાહેરાત થશે.

કોણ કેટલી બેઠક પર લડી શકે ચૂંટણી ? 

સૂત્રો અનુસાર નવેમ્બરમાં થનારા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા NDAની મહાગઠબંધન સરકારમાં ભાજપ, શિવસેના (શિંદે) અને NCP (અજિત પવાર) વચ્ચે લગભગ સમજૂતી થઈ ગઈ છે કે કઈ પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડશે. મળતી માહિતી અનુસાર ભાજપ મહત્તમ બેઠકો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે, જ્યારે શિવસેના (શિંદે)ને NCP (અજિત પવાર) કરતાં વધુ બેઠકો મળી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ 155થી 160 બેઠકો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. શિંદેની શિવસેના 90-95 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જ્યારે અજિત પવારની પાર્ટી NCP 35-40 સીટો પર ચૂંટણી લડી શકે છે. સૂત્રોનું માનીએ તો 240 બેઠકો માટે તમામ પક્ષો વચ્ચે સહમતિ સધાઈ છે. તેની જાહેરાત થોડા દિવસોમાં થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો છે.

ક્યારે યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે આવેલી ચૂંટણી પંચની ટીમે તેનો પ્રવાસ પૂર્ણ કરી લીધો છે. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી પંચની ટીમે અનેક રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે મહત્વની બેઠકો કરી હતી. ચૂંટણી પંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં 26મી નવેમ્બર પહેલા ચૂંટણી યોજવી પડશે, કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે.

288 બેઠકો પર ચૂંટણી

ચૂંટણી પંચે કહ્યું કે વિધાનસભાની 288 બેઠકો માટે 9.59 કરોડ મતદારો છે. જેમાંથી 49 હજાર 39 મતદારો 100 વર્ષથી ઉપરની ઉંમરના છે. તેમજ મહારાષ્ટ્રમાં મહિલા મતદારોની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં ત્રણ મોટા અને અગ્રણી આદિવાસીઓમાંથી 100 ટકા મતદારોને વોટર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. વિકલાંગ અને વૃદ્ધ મતદારો સક્ષમ એપ દ્વારા બૂથ અધિકારીઓને તેમના આગમન વિશે જાણ કરી શકે છે, જે તેમને પ્રાથમિકતાના ધોરણે સુવિધાઓ પૂરી પાડીને તેમનો મત આપવા માટે સુવિધા આપશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button