ભારતીય શેરબજારમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ હવે પોતાની ઓલટાઈમ હાઈ સપાટીથી આશરે ચાર ટકા નીચે આવી ગયો છે. માત્ર આજના કારોબારી સત્રમાં સેન્સેક્સમાં બે ટકાની વેચવાલી જોવા મળી. સેન્સેક્સ 1,729.77 અંક તૂટીને 82,536.52 ઉપર કારોબાર કરતો બંધ થયો હતો. આવી જ સ્થિતિ નિફટીમાં પણ જોવા મળી હતી. નિફ્ટી પણ પોતાના ઓલટાઈમ હાઈ 26,277.35થી 3.7 ટકા નીચે આવી 25,250.10 ઉપર કારોબાર કરતો નજરે પડયો હતો.
આજના એક જ દિવસમાં ઈંડેક્સમાં 546.80 અંક એટલે કે, 2.12 ટકાનો ઘટાડો જોવાયો હતો. બજારમાં ઘટાડા દરમ્યાન રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટાડા પાછળ બે કારણ મુખ્ય રીતે જવાબદાર છે.
ઓપ્શન એક્સપાયરીના દિવસે શોર્ટ ઓપ્શન કોન્ટ્રેક્ટસ માટે બે ટકાનું એડિશન માર્જિન લેવાશે. સેબીના ડેરિવેટિવ્સ માટે લધુત્તમ ટ્રેડિંગ રકમને પણ વધારી દેવામાં આવી છે. આને પાંચ લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરી દીધા છે. હવે દર અઠવાડિયે એક એક્સચેંજની માત્ર એક સપ્તાહ એક્સપાયરી થશે. ઉપરાંત એક્સપાયરીના દિવસે વધુ માર્જિન આપવું પડશે. આ હેઠળ શોર્ટ પોઝિશન પર બે ટકા એક્સટ્રીમ લોસ માર્જિન આપવું પડશે.

આ ઘટાડા પાછળ શું કારણ છે?
બજારમાં આ સતત ઘટાડા પાછળનું મુખ્ય કારણ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાનની એન્ટ્રીથી જિયો-પોલિટિકલ ટેન્શનમાં વધુ વધારો થયો છે. ઈરાને ઈઝરાયલ પર જોરદાર વળતો હુમલો કર્યો અને પહેલી ઓક્ટોબરની રાત્રે એક પછી એક 150થી વધુ મિસાઈલો છોડી. હુમલા બાદ ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઈરાનને આ હુમલાના ખરાબ પરિણામો ભોગવવા પડશે. ત્યારબાદ ઈઝરાયેલ તરફથી જવાબી હુમલાઓ શરૂ કરવામાં આવ્યા હતા. આનાથી માત્ર ભારતીય બજાર જ ઘૂંટણિયે ન પહોંચ્યું પરંતુ અમેરિકન માર્કેટમાં પણ વેચવાલી આવી.
સેબીનો આદેશ ભારે હતો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડ અંગે મોટા ફેરફારોની જાહેરાત કરી છે. સેબીએ 1 ઓક્ટોબરની સાંજે એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો. આ અંતર્ગત ઇન્ટ્રા-ડે પોઝિશન લિમિટ પર નજર રાખવામાં આવશે. ડેરિવેટિવ્ઝ ન્યૂનતમ ટ્રેડિંગ રકમ પણ વધારવામાં આવી છે. વાસ્તવમાં, માર્કેટ રેગ્યુલેટર ડેરિવેટિવ્ઝ ફ્રેમવર્કને કડક બનાવી રહ્યું છે.
Source link