NATIONAL

Delhi: કેન્દ્ર સરકારની ખેડૂતાની કમાણી વધારવા બે યોજનાની જાહેરાત

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં બે નવી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. પહેલી યોજના પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે જ્યારે અન્ય યોજના કૃષિ ઉન્નતિ યોજના છે.
તેની પર સરકાર એક લાખ 1321 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તે સિવાય બેઠકમાં અન્ય મોટા નિર્ણય પણ લેવામાં આવ્યા છે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે. નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલને પણ મંજૂરી આપવામાં આવી છે. તેની પર 10 હજાર 103 કરોડનો ખર્ચ કરાશે. સરકારે ખાદ્ય તેલોના માટેના રાષ્ટ્રીય મિશનને મંજૂરી આપી દીધી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button