GUJARAT

Ahmedabad: DGGI: રૂ. 3,000 કરોડની ટેક્સ ડિમાન્ડ માટે 12થી વધુને નોટિસ

ડિરેક્ટોરેટ જનરલ ઑફ્ ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)એ, ફ્રેન્ચાઈઝીસ અને આઉટલેટ્સ દ્વારા ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા બદલ એક ડઝનથી વધુ ફુડ એન્ડ બેવરેજીસ કંપનીઓને શો કોઝ નોટિસ ફટકારી છે.

ફુડ એન્ડ બેવરેજિસની ફ્રેન્ચાઈઝીસ અને આઉટલેટ્સ જે રાજ્યોમાં રજિસ્ટર્ડ થઈ છે તે સિવાયના રાજ્યોમાં ટ્રેડમાર્કનો ઉપયોગ કરાયો હોવાથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ફુડ એન્ડ બેવરેજિસ કંપનીઓને શો કોઝ નોટિસ ફટકારાઈ હોવાનું જાણવા મળે છે. જુલાઈ, 2017માં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યો ત્યારથી ઉપર્યુક્ત કંપનીઓ પાસે અંદાજે રૂ. 3,000 કરોડની ટેક્સ ડીમાન્ડ કાઢવામાં આવી છે.

DGGIના સૂત્રોના જણાવ્યાનુસાર, આ કંપનીઓ જે રાજ્યોમાં રજિસ્ટર્ડ થઈ હતી તેની બહારના સ્થળોએ ફ્રેન્ચાઇઝીસ અને આઉટલેટ્સ અલગ અલગ રીતે આવેલ હોવાથી ટ્રેડમાર્કના ઉપયોગ પર GST ચૂકવવા માટે તેઓ જવાબદાર છે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રેડમાર્ક સર્વિસીસના ઉપયોગ માટે ટેક્સ ચૂકવવો પડે. ફ્રેન્ચાઇઝ ધારકો અને વેપારીઓ બ્રાન્ડના ઉપયોગ માટે કંપનીઓને ફ્રી ચૂકવતા હોય ત્યારે તેમણે તેના પર GST ચૂકવ્યો નહોતો. સેન્ટ્રલ GST કાયદાના શિડયુલ 1, એન્ટ્રી 2 મુજબ, (કાનૂની સંસ્થાથી અલગ અલગ રજિસ્ટર્ડ થયેલ) દૂર દૂરના અંતરે આવેલ વ્યક્તિઓ વચ્ચે ગુડ્ઝ અથવા સર્વિસીસના સપ્લાયને કરપાત્ર સપ્લાય તરીકે ગણી શકાય. આ પ્રકારે કરાયેલ સપ્લાય કિંમત કે અવેજ લીધા વિના સપ્લાય કરાયો હોય તો પણ તે કરપાત્ર સપ્લાય ગણાય. આથી, ટેક્સ સત્તાવાળાઓએ બ્રાન્ચ ઑફ્સિ અથવા ફ્રેન્ચાઇઝ ધારક દ્વારા બ્રાન્ડના ઉપયોગને હેડ ઑફ્સિ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા તરીકે અલગ રાજ્યમાં વર્ગીકૃત કરવામાં આવી છે. DGGI એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટી અને સર્વિસ ટેક્સના ઉલ્લંઘનને લગતી બાબતો માટે ટોચની ગુપ્તચર અને તપાસ એજન્સી છે. DGGIને ઈનડાયરેક્ટ ટેક્સ કાયદાનું પાલન કરાવવા માટેની કામગીરી સોંપવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button