આધ્યાત્મિક નેતા સદગુરુ જગ્ગી વાસુદેવના નેતૃત્વમાં સંચાલિત ઇશા ફાઉન્ડેશન આજકાલ વિવાદોમાં છે. જોકે ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઇશા ફાઉન્ડેશન વિરુદ્ધ પોલીસ તપાસના આદેશ સામે મનાઈ હુકમ ફરમાવી દીધો છે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં હવે 18 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરશે.
ફાઉન્ડેશન વિરુદ્ધ નિવૃત્ત પ્રોફેસર એસ.કમરાજે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પ્રોફેસરે આરોપ લગાવ્યા હતા તે તેમની પુત્રી લતા અને ગીતાને આશ્રામમાં બંધક બનાવીને રાખવામાં આવેલી છે. મદ્રાસ હાઇકોર્ટે 30 સપ્ટેમ્બરે તામિલનાડુ પોલીસને ઇશા ફાઉન્ડેશન સામેના તમામ કેસમાં તપાસ કરીને અહેવાલ કરવા જણાવ્યું હતું. આદેશના બીજા દિવસે 150 પોલીસ કર્મી આશ્રામમાં તપાસ માટે પહોંચ્યા હતા. સદગુરુએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે તે કેસમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેસને મદ્રાસ હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરીને તામિલનાડુ પોલીસને સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટેમાં જમા કરવા કહ્યું હતું.
Source link