51, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને આજે પ્રથમ નોરતે યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
ગઈકાલે બુધવારની રાત્રિથી જ પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો. ચારે કોર પગપાળા યાત્રાળુઓનો જયઘોષ સંભળાતા હતા. મધ્યરાત્રીથી મંદિર પરિસર તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. નિજ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજીના ભારે જયઘોષ થતા મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. મંદિર પરિસર અને માર્ગ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. આ ઉપરાંત તળેટીથી લઈ નીજ મંદિર સુધી 70 ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવાયા છે. જયારે યાત્રિકો ને તળેટી થી માંચી સુધી આવવા જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા 50 ઉપરાંત એસટી બસો 24 કલાક દોડાવાઈ રહી છે.પ્રથમ દિવસે ભારે ઘસારાને લઈને વિખુટા પડી ગયેલા પરિવારજનોને તેમના સ્વજનો સાથે પોલીસે મિલન કરાવ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને માતાજીના પાદુકા પૂજન, ઘુમ્મટ પર ધ્વજા ચઢાવવાની સેવા આપ્યા બાદ આજ થી સાકાર તુલા પણ શરુ કરાઈ છે.
Source link