GUJARAT

Mahisagar: શહેરા તાલુકાના ધાયકા ગામના કાચા રસ્તાથી રહીશો પરેશાન

શહેરા તાલુકાના ધાયકા ગામના મુડીયા ફળિયામાં માં રસ્તો નહિ હોવાથી ત્યાં રહેતા ગ્રામજનોને અવરજવરમાં ભારે તકલીફ્ પડી રહી છે. પાછલા દસ વર્ષથી અવર જવરનો રસ્તો બને તે માટે અનેક રજૂઆતો ગ્રામજનો દ્વારા કરાઈ હતી.

ધાયકા ગામના મૂડીયા ફળિયામાં રસ્તો નહીં હોવાથી આ ફળિયાના લોકોને અવરજવરમાં ભારે તકલીફ્ પડી રહી છે. મુડીયા ફળિયા થી ડામર રસ્તા સુધી પહોંચવા ખેતરમાં થઈને એક કિ.મી. ચાલીને જવું પડતું હોય છે. રસ્તાની સમસ્યાને લઈને અહીના અંદરસિંહ બારીયા, ચંદ્રસિંહ સોલંકી અને સોલંકી બળદેવસિંહ દ્વારા પાછલા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયત કચેરી સહિત અનેક જગ્યાએ રજૂઆતો કરાઈ હતી.

 લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓને તે સમયે ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ હતી. પરંતુ આ રસ્તો હજુ સુધી નહી બનતા આ ફળિયામાં રહેતા લોકોમાં આ સામે નારાજગી પણ જોવા મળે છે.

ફળિયાના લોકોને કાદવ કીચડમાં ચાલીને નીકળતા હોય ત્યારે ઝેરી જનાવર કરડી જવાનો પણ ભય રહેતો હોવા સાથે ના છૂટકે કામ હોય તોજ અહીંના લોકો બહાર નીકળતા હોય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button