પુણેના બોપદેવ ઘાટમાં 21 વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કારની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પીડિતા તેના મિત્ર સાથે બોપદેવ ઘાટ પર ગઈ હતી. તે દરમિયાન 3 અજાણ્યા લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ. ગેંગરેપ બાદ અજાણ્યા શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા. અને ત્યાંથી ભાગી ગયા. આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે બની હતી. કોંઢવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આરોપીને શોધી રહી છે. મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમો આરોપીઓને શોધી રહી છે.
પુણે પોલીસ અને ક્રાઇમ બ્રાંચ જોડાઇ તપાસમાં
ઘટના અંગે પોલીસે જણાવ્યું કે તેમને શુક્રવારે સવારે 5 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. યુવતી પર કોણે ગેંગરેપ કર્યો તે જાણી શકાયું નથી. હાલ પોલીસ યુવતીના મિત્રની પૂછપરછ કરીને ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ પુણે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની અનેક ટીમો આરોપીઓને શોધી રહી છે. પુણે અને તેની આસપાસના વિસ્તારોમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
દીકરીઓ સુરક્ષિત નથી -આનંદ દુબે
આ મામલે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે પુણેના કોંઢવાથી સમાચાર આવી રહ્યા છે કે અમારી એક બહેન પર 3 ગુનેગારોએ સામૂહિક બળાત્કાર કર્યો અને તેનું અપહરણ કર્યું. મહારાષ્ટ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એક તરફ નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે. બીજી તરફ, આવી ઘટનાઓ આપણને હલાવી દે છે. માત્ર લાડલી બેહન સ્કીમ ચલાવવાથી પૂરતું નથી, તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડશે.
મહારાષ્ટ્રમાં મહિલાઓ સુરક્ષિત નથી- સુપ્રિયા સુલે
ઘટનાને પગેલ NCP નેતા સુપ્રિયા સુલેએ ટ્વિટ પર પોસ્ટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પુણેમાં શું ચાલી રહ્યું છે? બોપદેવ ઘાટમાં એક યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પુણે અને સમગ્ર રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. આ ઘટનાઓને રોકવા માટે ગૃહ વિભાગ કંઈ જ કરતું હોય તેમ લાગતું નથી. કમનસીબે કહેવું પડશે કે મહારાષ્ટ્ર મહિલાઓ માટે સુરક્ષિત નથી. સરકારે આ ઘટનાના આરોપીઓની ધરપકડ કરવી જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.