છત્તીસગઢના નારાયણપુર વિસ્તારમાં જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ રહી છે. જેમાં સાત નક્સલીઓ ઠાર મરાયા હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાં તપાસ કરતા જવાનોને મોટી સંખ્યામાં ઓટોમેટિક હથિયાર મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અથડામણમાં માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા હજી વધી શકે છે. જો તે હાલ બંને તરફથી ફાયરિંગ થઇ રહ્યું છે. મળતી માહિતી મુજબ નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નક્સલવાદીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
ચાલી રહ્યુ છે ફાયરિંગ
સૈનિકોને નારાયણપુર અને દંતેવાડા સરહદી વિસ્તારના માડ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી હોવાની માહિતી મળી હતી. આ પછી સંયુક્ત પોલીસ પાર્ટી સર્ચ ઓપરેશન પર નીકળી હતી. આ શોધ દરમિયાન શુક્રવારે બપોરે નારાયણપુર-દંતેવાડા પોલીસ અને નક્સલવાદીઓની સંયુક્ત પાર્ટી વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. હાલમાં આ વિસ્તારમાં ફાયરિંગ થઇ રહ્યું છે. હાલ તમામ જવાનો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.