સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે તેટલું જ લોકો માટે હાનિકારક છે અને એટલા માટે જ કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો તમામ બાબતોની ખરાઈ કરીને સોશિયલ મીડિયા પરથી વસ્તુની ખરીદી કરવી જોઈએ. ત્યારે સુરતના સાત ઈસમો એ સાથે મળીને ગુજરાત સિવાય દેશના 27 રાજ્યોમાં પાણીના ભાવે કિચનવેર મળશે તેવી જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી હતી અને લોકો સાથે 30 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
30 કરોડ રૂપિયા પડાવી લીધા
સુરતના સરથાણા અને મોટા વરાછામાં આ ઈસમો દ્વારા 37,000માં ત્રણ દુકાન ભાડે રાખવામાં આવી હતી અને માત્ર 12 ધોરણ ભણેલા ત્રણ ઈસમોએ ફેસબુક પર બોગસ આઈડી તેમજ વેબસાઈટની જાહેરાત મૂકીને કિચનવેર તેમજ ઘરવખરી સસ્તા ભાવે લોકોને મળશે તેવી જાહેરાત ચલાવી હતી અને આ જાહેરાતના જાંસામાં આવેલા લોકો પાસેથી 30 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી
સરથાણા પોલીસે આ મામલે આશિષ હડિયા, સંજય કાતરીયા, પાર્થ સવાણી, સાગર ખુંટ, દિલીપ પાઘડાળ અને યશ સવાણીની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે લોકો સાથે આ પ્રકારે છેતરપિંડીની ઘટનામાં મુખ્ય સૂત્રધાર સાગર તેનો ભાઈ પિયુષ અને આશિષ હડિયાએ B.Tech અને MCA ભણેલા વિદ્યાર્થીઓને 30000 રૂપિયાનો પગાર આપવાનું કહીને નોકરી પર રાખ્યા હતા.
બોગસ વેબસાઈટ અને ક્યુઆર કોડ ઉભા કર્યા
ત્યારબાદ આ ટોળકી flipkart જેવી દેખાતી બોગસ વેબસાઈટ અને ક્યુઆર કોડ ઉભા કર્યા હતા અને ત્યારબાદ કિચન વેર નો સામાન ખૂબ જ સસ્તા ભાવે મળશે તેવી જાહેરાત મૂકી હતી અને જે લોકો આ વેબસાઈટની મદદથી વસ્તુની ખરીદી કરતા હતા તેમની સાથે છેતરપીડી થતી હતી અને પૈસા આ ભેજા બાજોને મળતા હતા. સરથાણા પોલીસે બાતમીના આધારે સાવલિયા સર્કલ પાસે પવિત્રા પોઇન્ટના સાતમા માળે, મેરીટોન પ્લાઝામાં ત્રીજા મળે અને મોટા વરાછામાં આઇટીસી બિલ્ડિંગમાં આઠમાં મળે દુકાનમાં રેડ કરી હતી.
સીમકાર્ડ ડોક્યુમેન્ટ તેમજ બેંકની કીટ કબજે કરી
આ રેડ દરમિયાન આ સમગ્ર મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીમાં યશ B.Techનો અભ્યાસ કરી ચૂક્યો છે અને પાર્થ MCA નો અભ્યાસ કરી ચૂક્યો છે. તો બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે સીમકાર્ડ ડોક્યુમેન્ટ તેમજ બેંકની કીટ પણ કબજે કરી છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આશિષ હડિયા ભાવનગર અને જુનાગઢથી સીમકાર્ડ ડોક્યુમેન્ટ તેમજ બેંકની કીટ લાવતો હતો.
ઇસમો પાસે પોલીસને 700 ઇમેલ મળ્યા
આશિષ લોકોને પાંચ થી દસ હજાર રૂપિયાની લાલચ આપી તેમની પાસેથી બેંકની કીટ ડોક્યુમેન્ટ તેમજ સીમકાર્ડ લઈ આવતો હતો. આ ઇસમો પાસેથી પોલીસને 700 ઇ-મેલ પણ મળ્યા છે. તો બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે 8 લેપટોપ, 2 કોમ્પ્યુટર, 21 મોબાઇલ, 32 સિમ કાર્ડ, 30 ATM કાર્ડ, 18 આધાર કાર્ડ પાનકાર્ડ પાસબુક બેન્કની કીટ, 1 કાર, 5 રબર સ્ટેમ્પ, 4 સ્વાઇપર, 4 રાઉટર અને 9 ક્યુઆર કોડ જપ્ત કર્યા છે.
Source link