કરિયરના પીક પર ચાલી રહેલા બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી પોતાની અપકમિંગ ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ મૂવીના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતાં.
મૂવીના પ્રમોશન સાથે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીએ અમદાવાદના જમણ અને રાત્રે સિટીના સંકુઝ પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ પણ બોલાવી હતી. સિટી લાઈફ સાથેની ખાસ વાતચીતમાં રાજકુમાર રાવે ગુજરાતની અસ્મિતા એવા ગરબા કલ્ચર અને નવરાત્રિ વિશે વાત કરતા કહ્યું ‘ગુજરાત સાથે મારું કનેક્શન ‘કાપ્યો છે’ ફિલ્મથી છે. અવાર-નવાર ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવતો રહું છું. આજે સદનસીબે નવરાત્રિના પર્વ પર અમે અમદાવાદમાં છીએ. ગુજરાતીના ગરબા ગુજરાતની અને ગુજરાતી લોકોની ઓળખ છે. એક બીટ પર હજારો લોકો એક જ સ્ટેપ ફોલો કરે તેને સમૂહ ભાવના જ કહેવાય. મા અંબાની આરાધના સાથે 9 દિવસના આ સેલિબ્રેશનમાં અનેક અલગ જ પ્રકારની વાઇબ્સ આવે છે.’
એનિમલ ફિલ્મ મારા કરિયરનો ટર્નિંગ પોઇન્ટ છે જેથી તે મૂવી હંમેશા ખાસ રહેશેઃ તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરી 2017માં મોમ ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર તૃપ્તિ ડિમરી એક ટેલેન્ટેડ અને પેશનેટ એક્ટ્રેસ છે પરંતુ દરેક કલાકારના લાઈફમાં એક એવી ફિલ્મ આવે છે જેના પછી કલાકારનું કરિયર ટોચ પર પહોંચી જાય છે. આ અંગે વાત કરતા તૃપ્તિ ડિમરીએ કહ્યું ‘આમ તો મેં 2017થી કામ કરવાની શરૂઆત કરી હતી પરંતુ બુલબુલ ફિલ્મથી લોકો મને ઓળખતા થયા પરંતુ મને સાચી ઓળખ એનિમલ ફિલ્મથી મળી છે. આ ફિલ્મે મારા કરિયરને સંપૂર્ણ બદલી નાંખ્યું છે. જેથી હું ચોક્કસથી કહીશ કે એનિમલ ફિલ્મ મારા કરિયરનો ટર્નિંગ પોઈન્ટ છે. જેથી આ મૂવી હંમેશા ખાસ રહેશે.’
સ્ત્રી-2 આટલી સક્સેસ જશે એવો અમને સપને પણ ખ્યાલ નહોતોઃ રાજકુમાર રાવ
તાજેતરમાં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર કલેક્શનના નવા રેકોર્ડબ્રેક કરનાર ફિલ્મ ‘સ્ત્રી-2’માં રાજકુમાર રાવની એક્ટિંગના ચોતરફ વખાણ થઈ રહ્યાં છે. આ ફિલ્મની સફળતા વિશે વાત કરતા રાજકુમારે રાવે કહ્યું ‘ સ્ત્રી-2 આટલી સક્સેસ જશે એવો અમને સપને પણ ખ્યાલ નહોતો. સ્ત્રી-2 મૂવીએ સાબિત કરી દીધું કે મોટા બેનર કે મોટી સ્ટારકાસ્ટ નહીં પણ ફિલ્મ તમને મનોરંજન પીરસશે કે નહીં તે મહત્ત્વનું છે. સ્ત્રી-2 ફિલ્મ મારા ફિલ્મી કરિયરમાં મહત્ત્વની ફિલ્મ છે. જેમાં મને થિયેટરમાં દર્શકોને આટલો પ્રેમ મળ્યો તે માટે ખરેખર હું લોકોનો આભારી છું.’
Source link